આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1. અમેરિકાએ અફઘાનિસ્તાનના ગૃહમંત્રી પર રૂપિયા 37 કરોડનું ઈનામ જાહેર કરેલુ છે, 13 વર્ષ અગાઉ ભારતને જખમ આપી ચુક્યો છે

  એક સમયે ISIનો એજન્ટ હતો અને અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલા કરાવતો

2. રાજ્યમાં બે હેરિટેજ સર્કિટનો વિકાસ કરાશે – સૂર્યમંદિર, રાણીની વાવ, ચાંપાનેરનો કિલ્લો, જુનાગઢની બૌદ્ધ ગુફાઓ ખાનગી કંપનીના સહયોગમાં વિકસાવાશે

  રાણીની વાવ, મોઢેરા ખાતે 15મીથી વિકાસકામ શરૂ થશે

Visit Saurashtra Kranti Homepage here

3. યુરોપની એક રેસ્ટોરાં બટેટાંની વાનગી ચાખવા માટે મહિને 50,000 રૂપિયા આપશે; સોશિયલ મીડિયા પર વાનગીનો રિવ્યૂ શેર કરવાની શરત લાગુ

   આ જોબ કરનારે 500 શબ્દોમાં બટેટાંની વાનગીનો રિવ્યૂ આપવો પડશે. યુરોપમાં આવેલી ‘ધ બોટેનિસ્ટ’ની તમામ રેસ્ટોરાંમાં ઓફર અવેલેબલ

4. ગત વર્ષના જાન્યુઆરીથી સપ્ટેમ્બરની સરખામણીએ આ વર્ષે ડેન્ગ્યુનાં કેસ 255થી ત્રણ ગણા વધી 684 થયા

   ડેન્ગ્યુના કેસનો બિનસત્તાવાર આંકડો 10 ગણો હોવાનું ડોક્ટરોનું કહેવું છે, ગત વર્ષે કોલેરાનો એકપણ કેસ ન હતો, આ વર્ષે 64 કેસ

5. આ મહિને લિન્ક કરાવી લો પાન-આધાર, નહીં તો આપવો પડી શકે છે 10 હજાર દંડ; આમ ચેક કરો પાન-આધાર લિન્ક છે કે નહીં

   કેન્દ્ર સરકારે પાનને આધાર સાથે લિન્ક કરવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. આ તારીખ સુધી આધાર-પાન લિન્ક ન કરવા પર તમારો પાન ઈનઓપરેટિવ (નિષ્ક્રિય) જાહેર કરી દેવાશે. ઈનઓપરેટિવ પાનનો ઉપયોગ કરવા પર તમારા પર 10 હજાર રૂપિયા દંડ લાગી શકે છે. આ સમસ્યાથી બચવા માટે તમારે 30 સપ્ટેમ્બર સુધીમાં આધાર-પાન લિન્ક કરવાના રહેશે.

6. 8 સપ્ટેમ્બરથી ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરનું પ્રિ-રિઝર્વેશન બુકિંગ શરૂ, ‘ફસ્ર્ટ સર્વ, ફર્સ્ટ રિઝર્વ’ આધારે ડિલિવરી થશે, EMIનો ઓપ્શન પણ મળશે

  ઓલા ઇલેક્ટ્રિક S1 અને S1 Pro સ્કૂટર ઇન્ડિયન માર્કેટમાં 15 ઓગસ્ટના રોજ 1 લાખ રૂપિયાની પ્રારંભિક કિંમતે અને ખૂબ ધામધૂમથી લોન્ચ કરવામાં આવ્યાં હતાં. જો કે, આ ઇલેક્ટ્રિક વ્હીકલની કિંમત દેશના વિવિધ ભાગોમાં આપવામાં આવતી જુદી જુદી સબસિડીના આધારે બદલાય છે.

7. ડીસાના ખેડૂતે મગફળી અને બટાકાની ખેતી વચ્ચેના બે મહિનાના સમયમાં ડુંગળીની ખેતીનો સફળ પ્રયોગ કર્યો, વર્ષે 7 લાખની કમાણી

  પ્રગતિશીલ ખેડૂતને સેમિનારમાં શિલ્ડ અને સર્ટિફિકેટ આપીને નવાજવામાં આવ્યા

8. સોના-ચાંદીની આયાત ડ્યૂટીમાં ઘટાડો પોલિસીમાં ફેરફાર જરૂરી : GJEPC

   જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને પ્રાધાન્ય આપવા માટે સોના-ચાંદીની આયાત ડ્યૂટીમાં ફરી ઘટાડો કરવામાં આવે તેવો સંકેત જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ જીજેઇપીસી દ્વારા કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે ગતબજેટમાં સોના-ચાંદીની ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે પરંતુ સેક્ટરને વેગ આપવા માટે ફરી પોલિસીમાં ફેરફાર કરવામાં આવે તેવી માગ કરી છે.

9. એનસીબીનાં ચાર ઓપરેશનમાં પાંચ તસ્કરોની લાખ્ખોના ડ્રગ સાથે ધરપકડ, મુંબઈ અને ગોવાની ટીમે સાગમટે દરોડા પાડ્યા

 કુલ 34.5 કિલોગ્રામ કોડિન સિરપ, એલએસડી, 105 ગ્રામ હેરોઇન, 400 ગ્રામ નાઈટ્રાઝેપામ, કોકેઈન અને હાઈડ્રોપોનિક મલ્ટી સ્ટ્રેન વીડનો જથ્થો પકડી પાડ્યો

Read About Weather here

10. ‘મંજૂરી નહીં આપે તો બેઠા ગરબા ગાશું, પણ પરંપરા જાળવી રાખવા નવરાત્રીમાં માતાજીની આરાધના કરીશું.’

  સ્થિતિ કાબૂમાં છે અને હજુ નવરાત્રિ આડે એક મહિનાનો સમય છે ત્યારે મર્યાદા સાથે ગરબી યોજવાની મંજૂરી આપવી જોઈએ : આયોજકો. 50 થી લઇને 80 વર્ષથી યોજાતી પ્રાચીન ગરબીના સંચાલકોએ કહ્યું, ભીડની મર્યાદા નક્કી ન થઇ શકે પરંતુ પાંચ દીકરીઓ ગરબા ગાઇને પરંપરા તો જાળવી શકીએ

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here