રેલવે સ્ટેશન મેઇન રોડ પહોળો કરવા 12 દુકાનોને ટીપીની નોટિસ

મનપા કે હસીન સપને: 3 સ્માર્ટ ટોઇલેટ સાચવી નથી શકાતાને નવા 10ની બજેટમાં જોગવાઇ…
મનપા કે હસીન સપને: 3 સ્માર્ટ ટોઇલેટ સાચવી નથી શકાતાને નવા 10ની બજેટમાં જોગવાઇ…

કોરોના કાળમાં ધંધા બચાવવા વેપારીઓની કમિશ્નરને રજૂઆત

શહેરના વોર્ડ નં.3ના રેલવે સ્ટેશન મેઇન રોડ પર મનપાની જગ્યામાં છ-છ દાયકાથી ભાડેથી ધંધો કરતા ડઝન જેટલા દુકાનદારોને ટી.પી. શાખાએ જગ્યા ખાલી કરવા નોટીસો આપતા ધંધાર્થીઓએ ફરી મનપામાં રજુઆત કરી છે. કોરોના કાળમાં ધંધા બચાવવા વૈકલ્પિક જગ્યા આપવા માંગ કરાઇ છે.

આ રેલવે સ્ટેશન મેઇન રોડને લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ હેઠળ પહોળો કરવા અગાઉ નિર્ણય જાહેર કરાયો હતો. આ દુકાનો સહિતની મિલ્કતો કપાતમાં આવે છે. જે મામલે રજુઆત કરાઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

તેમાં પેંગ્વીન રેફ્રીજરેટર, અશોક બેકરી, વેસ્ટ હેર ડ્રેસર, મોમાઇ પાન, પ્રોગેસર સાયકલ, પૂર્ણિમા હેર ડ્રેસર, ભારત સાયકલ, રાજેશ સીલેકશન, દિવ્યરાજ ટ્રાવેલ્સ, દિવ્યાની એન્ટરપ્રાઇઝ જય ભારત પાન, ઓમ સ્વીટ માર્ટનો સમાવેશ થાય છે.

વેપારીઓએ રજૂઆતમાં જણાવ્યું છે કે આ ધંધાર્થી રેલવે સ્ટેશન રોડ, ડાક બંગલા પાસે આવેલ મ્યુનિ.થી દુકાનમાં છેલ્લા 63 વર્ષથી ધંધો કરે છે મ્યુનિ.ને દર વર્ષે નિયમિત ભાડુ ભરે છે. પરંતુ ગત તા. ર6-8-21ના રોજ લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ માટે નોટીસ આપેલ છે.

જો આ દુકાન હટાવાશે તો ધંધો છીનવાશે. દુકાન પાછળ ડાક બંગલાની પડતર જમીન છે તો નમ્ર અરજ છે કે આ જમીન પર દુકાન બનાવી અપાય તો ધંધો બચે તેમ છે.

Read About Weather here

આ દુકાનો આવકનું એક માત્ર સાધન છે કોરોના કાળમાં છેલ્લા બે વર્ષથી ધંધા રોજગાર મંદા છે. જેથી ધંધા પર અસર ન પડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માંગણી કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here