આજના ઈવર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1. વિધાનસભા બહાર આંદોલનકારી કોંગ્રેસી નેતાઓ સાથે પોલીસની ઝપાઝપી, પરેશ ધાનાણીને માથામાં વાગ્યું, 26 ધારાસભ્યોની અટકાયત

તાઉ-તે વાવાઝોડામાં અસરગ્રસ્તોને સહાયમાં ભેદભાવનો કોંગ્રેસનો આક્ષેપ

સરકારે જૂન મહિનામાં સહાયની જાહેરાત કરી ઓગસ્ટમાં કોંગ્રેસનો વિરોધ

2. ઈસરો બનાવશે નવો રેકોર્ડ: EOS-03 સેટેલાઇટ લોન્ચિંગનું કાઉન્ટડાઉન શરૂ, પૂર અને વાવાઝોડા જેવાં કુદરતી સંકટો પર નજર રાખી શકાશે

લોન્ચિંગ 12 ઓગસ્ટે સવારે 5.53 મિનિટે થશે, જોકે એનો આધાર હવામાન પર રહેશે

3. ઓલિમ્પિકમાં માના પટેલે અમેરિકી એથ્લીટ્સને પણ હિન્દી બોલતા કરી દીધા, કહ્યું- ભારતની ઐતિહાસિક જીતના જશ્નમાં સામેલ થયાનો મને ગર્વ છે

 કોઈપણ રમતવીર માટે હારનું મોટું કારણ રમતના જે-તે તબક્કામાં નિરાશા કે ટેન્શન હોય છે- માના પટેલ

  ઓલિમ્પિકમાં વિદેશીઓને પણ હિન્દી બોલતા કરનારાં ગુજ્જુ સ્વિમર માના પટેલે વર્ણવી ટોક્યોની સફર

Read Saurashtra Kranti E-Paper : Click Here

4. સરકાર ઇમ્પોર્ટ ડ્યૂટી ઘટાડવા પર વિચાર કરી રહી છે, ઇલેક્ટ્રિક ગાડીઓ હવે વિંદેશથી મગાવવી સસ્તી પડશે

જો સરકાર ઇલેક્ટ્રિક ગાડીઓ પરની ઇમ્પોર્ટ ડ્યૂટી ઘટાડશે તો શક્ય છે કે તમે ટૂંક સમયમાં ટેસ્લા જેવી મોટી વિદેશી ઇલેક્ટ્રિક કાર ઝડપથી તમારી આસપાસ જોઈ શકશો. સરકાર 40 હજાર ડોલરથી ઓછી કિંમતની ઇલેક્ટ્રિક ગાડીઓને વિદેશથી મગાવવા પર લાગતો ટેક્સ 60%થી ઘટાડીને 40% કરવા પર વિચાર કરી રહી છે.

5.પ્રથમવાર અવકાશમાં:નાસામાં 67 મહિલા અવકાશયાત્રી પણ આ વર્ષે પહેલીવાર કોઇ મહિલા અવકાશમાં જઇ શકી

અત્યાર સુધીમાં 67 મહિલાઓ અવકાશયાત્રી બની ચૂકી છે પણ સ્વાસ્થ્યલક્ષી કારણોસર મહિલાઓને અવકાશમાં મોકલવાના કાર્યક્રમ બહુ ઓછા ચલાવાય છે. નાસાના વિજ્ઞાનીઓનું કહેવું છે કે અવકાશમાં યાત્રી ઉચ્ચ સ્તરીય હાનિકારક વિકિરણોના સંપર્કમાં આવે છે.

6. ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવા પર મળેલા ઈનામો પર નીરજ ચોપરાએ આપવો પડશે 30% ટેક્સ

50 હજારથી વધુની ગિફ્ટ કે ઈનામ પર ટેક્સ આપવાનો હોય છે. ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા પછી નીરજ ચોપડા પર ઈનામોનો વરસાદ થઈ રહ્યો છે. કોઈ તેમને કેશ ગિફ્ટમાં આપી રહ્યું છે તો કોઈ તેમને કાર આપી રહ્યું છે. એવામાં ઘણા લોકોના મનમાં એ સવાલ છે કે ખેલાડીઓને જે ઈનામ મળે છે, શું તેમને તેની પર પણ ટેક્સ ચુકાવવો પડશે.

7. 2007માં આવેલા 100 આઈપીઓમાંથી 77માં રોકાણકારોની મૂડીનું ધોવાણ થયું

આઈપીઓમાં જારી આંધળી દોટ વચ્ચે ચોંકાવનારો ડેટા

2008ની શરૂમાં RIL  પાવરમાં રોકાણકારોને મૂડી ખોવાનો વારો આવ્યો હતો

8.અફઘાનિસ્તાન પ્રત્યે US ની ઉદાસીનતા: રાષ્ટ્રપતિ બાઇડને કહ્યું- અફઘાનોએ તાલિબાન સામે જાતે જ લડવું પડશે, અમેરિકન આર્મીને પરત બોલાવવાનો અફસોસ નથી

અફઘાન રાષ્ટ્રપતિ ગની બુધવારે મુશ્કેલીમાં મુકાયેલા સૈનિકોની મદદ માટે ઉત્તરી શહેર મઝાર-એ-શરીફ માટે રવાના થયા

અફઘાનિસ્તાનના 65 ટકા હિસ્સા પર તાલિબાનનો કબ્જો

9. T-20 વર્લ્ડ કપ પછી ઈન્ડિયન ક્રિકેટમાં મોટે પાયે ફેરફાર થવાની સંભાવના; છેલ્લાં 4 વર્ષમાં શાસ્ત્રીની ટીમ ઈન્ડિયા એકપણ ICC ટાઇટલ જીતી શકી નથી

Read About Weather here

10. ડ્રેસિંગ રૂમમાં ઊંઘતા ફોટોઝથી લઈને અઝહર મૂવીના વિવાદોમાં નામ ઊછળ્યું; ગાંગુલી સાથે પણ બાખડેલા

ઈન્ડિયન ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ ઝ-20 વર્લ્ડ કપ પછી સમાપ્ત થશે એવી ચર્ચાઓ થઈ રહી છે. આમ જોવા જઈએ તો એક પૂર્વ ક્રિકેટર અને કોચ તરીકે શાસ્ત્રીનો કરિયર ગ્રાફ સારો રહ્યો હતો, તેમના કાર્યકાળ દરમિયાન ઈન્ડિયન ટીમે ઘણી આંતરરાષ્ટ્રીય સિરીઝ પણ જીતી હતી, પરંતુ આની સાથોસાથ રવિ શાસ્ત્રી અવારનવાર વિવિધ વિવાદોમાં પણ ઘેરાયેલા રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here