આજના ઈવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1. જામનગરના પૂરગ્રસ્ત ધુંવાવ ગામની મુલાકાત કરી, કાદવ-કીચડમાં ચાલીને CM ભૂપેન્દ્ર પટેલ લોકોની સમસ્યા જાણવા પહોંચ્યા

  ધુંવાવ ગામની મુલાકાતે પહોંચ્યા મુખ્યમંત્રી. અસરગ્રસ્ત લોકોને બનતી તમામ મદદ કરવાની ખાતરી આપી. પૂરના કારણે ધુંવાવ ગામમાં ભારે તારાજી સર્જાઈ હતી.

2. રાજકોટમાં 13 ઇંચ વરસાદમાં આજી નદી બેકાંઠે થતા રામનાથપરામાં મકાનોની દીવાલ, રેલિંગ ધરાશાયી થઇ, પાકા રસ્તા ઉખડી ગયા

  આજી નદીમાં ઘોડાપૂર આવતા રામનાથપરા વિસ્તાર ધોવાયો. રામનાથ મહાદેવ મંદિરમાં કચરાનો ગંજ ખડકાયો, રેલિંગ તૂટી ગઇ

Visit Saurashtra Kranti Homepage here

3. બપોર સુધીમાં ‘શૂન્ય’ કેસ, 29 સાઇટ પર કોવિશીલ્ડનો પ્રથમ અને 3 સાઇટ પર બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે

   4 હજારથી વધુ લોકોએ કોરોના વેક્સિન લીધી. રાજકોટ શહેર કોરોનામુક્ત બની રહ્યું છે. આજે એક પણ કેસ નોંધાયો નથી. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 42812 પર પહોંચી છે. જ્યારે અલગ અલગ હોસ્પિટલમાં 7 દર્દી સારવાર હેઠળ છે. તેમજ ગઇકાલે એક દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. શહેરમાં આજે બપોરે એક વાગ્યા સુધીમાં કુલ 4015 લોકોએ કોરોના વેકસીન લીધ છે.

4. રાજકોટમાં અવિરત મેઘવર્ષાથી આજી-1 ડેમને ઓવરફ્લોમાં દોઢ ફૂટનું છેટુ, 24 કલાકમાં છલકાવાની શક્યતા, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

  જીવાદોરી સમાન આજી-1 ડેમમાં નવા નીરની આવકથી શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો

5. રાજકોટમાં 13 ઇંચ વરસાદમાં આજી નદી બેકાંઠે થતા રામનાથપરામાં મકાનોની દીવાલ, રેલિંગ ધરાશાયી થઇ, પાકા રસ્તા ઉખડી ગયા

  રામનાથ મહાદેવ મંદિરમાં કચરાનો ગંજ ખડકાયો, રેલિંગ તૂટી ગઇ. રાજકોટના આજી નદીના પટમાં સ્વયંભૂ રામનાથ મહાદેવનું મંદિર આવેલું છે. વર્ષો જૂનું આ પૌરાણિક મંદિર કે જેની સાથે રાજકોટવાસીઓની આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે.

ચોમાસાની ઋતુમાં વરસાદ આવે એટલે આજી નદીના પટમાંથી પાણી વહે છે અને ભગવાનને સીધો નદીમાંથી અભિષેક થાય છે. ગઈકાલે રાજકોટમાં પડેલા 13 ઇંચ વરસાદના કારણે રામનાથ મંદિર અને આસપાસના ઘરોમાં મોટી નુકસાની પહોંચી છે.

6. અમરાવતીમાં બોટ પલટી જતાં એક જ પરિવારના 11 લોકો નદીમાં ડૂબ્યા; 3 લોકોનાં મોત, 8 ગુમ

 અમરાવતીની વર્ધા નદીમાં 11 લોકો ડૂબ્યા, રેસ્ક્યૂ-ઓપરેશન ચાલુ. મહારાષ્ટ્રના અમરાવતીમાં બોટ પલટી જવાથી મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં 11 લોકો વર્ધા નદીમાં ડૂબ્યાના સમાચાર છે. ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. હજી પણ 8 લોકો ગુમ છે, તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. આ દુર્ઘટના અમરાવતીમાં વર્ધા નદીમાં ઘટી હતી. જોકે તંત્ર દ્વારા રેસ્ક્યૂ-ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

7. આઈફોન 12 પ્રો બનાવવાનો ખર્ચો 30 હજાર રૂપિયા, પરંતુ કંપની તેને પ્રોડક્શન કિંમત કરતાં 59% વધારે 74 હજાર રૂપિયામાં વેચે છે

  એપલ આઈફોન 13 સિરીઝનાં લોન્ચિંગનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સેમીક્ધડક્ટરની અછત, મોંઘા રો મટિરિયલ અને એડવાન્સ્ડ ફીચર્સને લીધે લેટેસ્ટ મોડેલની કિંમત આઈફોન 13 કરતાં મોંઘી હોઈ શકે છે.

લોન્ચિંગ સમયે આઈફોન 12 ભારતમાં 79,900 રૂપિયાની પ્રારંભિક કિંમતમાં મળતો હતો. હવે તેની કિંમત એક લાખ રૂપિયાની ઉપર છે. મોંઘી કિંમત હોવા છતાં આઈફોનનો ક્રેઝ છવાયેલો છે.

8. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં બે નવી ટીમ ઉમેરાશે, 17 ઓક્ટોબરે હરાજી થશે

  IPLની 14મી સિઝનનો સેકેન્ડ ફેઝ યુએઈમાં યોજાશે. ચાર દિવસ બાદ ઈન્ડિયન ટી-20 લીગના બીજા ફેઝની શરૂઆત થવાની છે. તમામ આઠ ફ્રેન્ચાઇઝી અને મોટાભાગના ખેલાડીઓ UAE પહોંચી ગયા છે. મંગળવારે મળતી માહિતી મુજબ ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે બે ટીમોની હરાજી 17 ઓક્ટોબરે કરવામાં આવશે જ્યારે ‘ટેન્ડર આમંત્રણ’ 5 ઓક્ટોબર સુધી ખરીદવામાં આવશે. 21 સપ્ટેમ્બર તમામ પૂછપરછ માટેનો છેલ્લો દિવસ રહેશે.

9. બાળકોના વેક્સિનેશન અંગે સ્પષ્ટતા:પુખ્ત લોકોના વેક્સિનેશન કરવા પર ધ્યાન કેન્દ્રીત, બાળકોના વેક્સિનેશન અંગે ડર રાખશો નહીં: વીકે પોલ

    નીતિ પંચના સભ્ય ડો.વીકે પોલે કહ્યું છે કે અત્યારે સરકારનું લક્ષ્ય દેશના તમામ પુખ્યવયના લોકોનું વેક્સિનેશન કરવા પર કેન્દ્રીત છે. બાળકોનું વેક્સિનેશન એ અલગ મુદ્દો છે. આ મુદ્દે અત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ પણ કોઈ ભલામણ કરી નથી. બાળકોનું વેક્સિન અંગે ડર રાખવાની જરૂર નથી. સ્વદેશી વેક્સિન ‘કોવેક્સિન’ને WHOની મંજૂરી અંગે ડો.પાલે કહ્યું કે આ મહિનાના અંત ભાગ સુધીમાં નિર્ણય લેવામાં આવી શકે છે.

Read About Weather here

10. આ વ્યક્તિએ પીઠ પર 225થી વધુ લોકોના સિગ્નેચરના ટેટૂ કરાવીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

  ફ્લોરિડાના ફંકી મેટાસે એવો આઈડિયા શોધી કાઢ્યો કે તેણે પોતાના ટેટૂથી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. તેને પોતાની પીઠ પર 225 સિગ્નેચરના ટેટૂ કરાવ્યા.

ફંકી મેટાસે પીઠ પર 225થી વધુ લોકોની સિગ્નેચર પર્મનન્ટ ટેટૂની જેમ કરાવી લીધી. તે હજી પણ ઘણા સેલેબ્સના ટેટૂ સાઈન કરાવવા માંગે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here