આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1. વિદ્રોહી નેતા અહમદ મસૂદ વાતચીત કરવા રાજી, ચઢાઈ કરવા રવાના તૈયાર થયા હજારો તાલિબાની

   300 ફાઈટર મર્યા હોવાના સમાચાર તાલિબાને ફગાવ્યા. પંજશીર ઘાટીમાં હજી તાલિબાનનો કબજો થયો નથી. અહીં વિદ્રોહીઓની આગેવાની કરી રહેલા અહમદ મસૂદ યુદ્ધ માટે તૈયાર છે. નેશનલ રેજિસ્ટ્રેન્સ ફ્રન્ટ એટલે કે નોર્ધન એલાયન્સને લીડ કરી રહેલા મસૂદે કહ્યું કે યુદ્ધની તૈયારી છે પરંતુ જો રસ્તો કાઢવા માટે વાતચીત થાય છે તો તેના માટે પણ તૈયાર છીએ.

2. 2001માં ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂકનાર તાલીબાન હવે તેનાથી જ લોકોને ધમકાવે છે, અફઘાનિસ્તાન પર શાસન ચલાવવા ટ્વીટરના હજારો એકાઉન્ટનો ઉપયોગ

  એક વીડિયોમાં તાલિબાની અધિકારી મહિલા આરોગ્ય કાર્યકર્તાઓને આશ્વાસન આપે છે કે, તે પોતાનું કામ ચાલુ રાખી શકે છે. બીજા એકમાં કેટલાક કટ્ટરવાદી શીખોને કહે છે કે, તેઓ આઝાદ અને સુરક્ષિત છે. બીજા કેટલાક વીડિયો બતાવે છે કે કાબુલમાં નવા પ્રકારના કાયદાનું શાસન ચાલી રહ્યું છે. તાલીબાની યોદ્ધાઓએ લુટારૂઓ અને ચોરોને બંદૂકની અણીએ રાખ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

3. UAEમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ લક્ઝૂરિયસ રિસોર્ટમાં રોકાઈ, તસવીરોમાં નિહાળો અંબાણીની ટીમના ઠાઠ

    MIના ખેલાડીઓ બાથરૂમમાંથી પણ બીચનો નયનરમ્ય નજારો જોઇ શકશે. IPL 2021ને કોરોના મહામારીને કારણે 2 ફેઝમાં વિભાજિત કરાઈ હતી, જેનો બીજો ફેઝ 19 સપ્ટેમ્બરથી UAEમાં શરૂ થશે. જેના માટે ગત સિઝનની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સ અત્યારે UAE પહોંચી ગઈ છે. તેવામાં અંબાણીની ટીમના ખેલાડીઓને પણ ઞઅઊના વૈભવી રિસોર્ટમાં રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવી છે.

4. સેન્સેક્સ 226 અંક વધ્યો, નિફ્ટી 16496 પર બંધ; HCL ટેક, TCSના શેર વધ્યા

  MM, બજાજ ઓટો, અલ્ટ્રાટેક સિમેન્ટ, પાવર ગ્રીડ કોર્પ, ITCના શેર ઘટ્યા. ભારતીય શેરબજારો સપ્તાહના પ્રથમ દિવસે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 226 અંક વધી 55555 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 46 અંક વધી 16496 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર HCL ટેક, TCS, બજાજ ફાઈનાન્સ, નેસ્લે, ભારતી એરટેલ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. HCL ટેક 4.37 ટકા વધી 1166.00 પર બંધ રહ્યો હતો.

5. પંચતત્વમાં વિલીન થયા કલ્યાણ સિંહ: પૂર્વ CM ને રાજકિય સન્માન સાથે અંતિમ વિદાય અપાઈ; રાજનાથ સિંહ, યોગી આદિત્યનાથ, સ્મૃતિ ઈરાનીએ કર્યા નમન

  કલ્યાણ સિંહના આજે બુલંદશહેરના નરોરા ખાતેના રાજઘાટ પર અંતિમ સંસ્કાર. ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને રાજસ્થાન-હિમાચલ પ્રદેશના પૂર્વ રાજ્યપાલ કલ્યાણ સિંહ પંચતત્વમાં વિલીન થઈ ગયા છે. રાજકીય સન્માનની સાથે બુલંદશહેર જિલ્લાના નરૌરા સ્થિત બંશી ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર થયા. તેમના પુત્ર રાજવીર સિંહએ તેમને મુખાગ્નિ આપી.

6. રાઇટ ટુ પ્રાઇવસીના આધારે દારૂબંધીને પડકારતી અરજી ટકી શકે, એડવોકેટ જનરલે ઉઠાવેલા પ્રાથમિક વાંધાને હાઈકોર્ટે ફગાવી દીધો

  લોકો ઘરે શું ખાશે અને શું પીશે તેની પર રોક લગાવવાનો સરકારનો અધિકાર નથી: અરજદાર. અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી પડે એવી એડવોકેટ જનરલની રજુઆત હાઇકોર્ટે નકારી.

7. બ્રિટનમાં કામ કરવા માણસો નથી મળતા, જેલના કેદીઓની ભરતી કરાઇ રહી છે; અછત એટલી કે કેદીઓથી પણ પૂરી નથી થતી

  કોરોના અને બ્રેક્ઝિટના પગલે ટ્રક ડ્રાઇવર, ફ્રૂટ પિકર અને કર્મચારીઓની ભારે અછત. માલ પરિવહન માટે 90 હજાર ડ્રાઇવર નહીં, જેના કારણે બજારો ખાલી.

8. અમદાવાદના ગજાનંદ પૌંઆ હાઉસમાંથી 20 કિલો અખાદ્ય જથ્થો મળ્યો, રૂ. 10 હજારનો દંડ અને જાહેરનામા ભંગ બદલ ગુનો પણ નોંધાયો

  પૌંઆમાંથી ઈયળ નીકળી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયો બાદ ત્રણ સેમ્પલ લઈ આજે ચોથું સેમ્પલ પણ લેવાયું. નાઈટ કર્ફ્યૂ હોવા છતાં પણ વહેલી સવારે દુકાન ચાલુ રાખતા પોલીસે ગુનો નોંધ્યો.

9. સીપેક પ્રોજેક્ટ ગ્વાદરના 90% માછીમારો માટે રોજગારીનું સંકટ ઊભું કરશે, લોકો ચક્કાજામ કરીને ધરણાં-દેખાવો કરી રહ્યા છે.

  પાકિસ્તાનના ગ્વાદરથી કે જ્યાં ચીનના સીપેક પ્રોજેક્ટનો જ્યાં વિરોધ થઇ રહ્યો છે. ગ્વાદર પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ કાંઠે વસેલું પોર્ટ સિટી છે, જે અરબી સમુદ્રના કાંઠે આવેલું છે. ત્યાં ચીન 60 અબજ ડોલર (અંદાજે 4.45 લાખ કરોડ રૂ.)ના ખર્ચે ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (સીપેક) બનાવી રહ્યું છે. આ પ્રોજેક્ટ ચીનના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ બેલ્ટ એન્ડ રોડનો હિસ્સો છે.

Read About Weather here

10. TVS Apache RTR 160 4V બાઇકના ભાવ ફરી એકવાર વધ્યાં, ગ્રાહકોએ હવે ખરીદવા ₹4,250 વધુ ચૂકવવા પડશે

  TVS મોટર કંપનીએ તેના ગ્રાહકોને ઝાટકો આપ્યો છે. કંપનીએ TVS અપાચે RTR 160 4V બાઇકના ભાવ વધારી દીધા છે. કંપનીએ આ બાઇકની કિંમતમાં 4,250 રૂપિયાનો વધારો કર્યો છે. છેલ્લાં થોડા મહિનાઓમાં આ બીજી વખત એવું બન્યું છે કે કંપનીએ તેની આ બાઇકના ભાવ વધાર્યા છે. અગાઉ આ વર્ષે મે મહિનામાં કંપનીએ તેની કિંમતમાં 1,250 રૂપિયાનો વધારો કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here