આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1. રિક્ષા ચાલક હાથમાં પિગી બેંક લઈને દંડ ભરવા પહોંચ્યો, તો પોલીસ અધિકારીએ પોતાના પગારમાંથી દંડ ભર્યો; દીકરાને પિગી બેંક પણ પાછી આપી

આ ઘટના નાગપુર પોલીસે સોશિયલ મીડિયામાં શેર કરી.અહીં ટ્રાફિક વિભાગના કર્મચારીએ નિયમોના ભંગ બદલ એક ઓટો ડ્રાઇવરને રૂ. 2 હજારનો ફટકાર્યો હતો. પરંતુ ગરીબીના કારણે તેની પાસે રૂપિયા ન હોવાથી, ઓટો ડ્રાઈવર પોતાના બાળકની પિગી બેંક લઇને દંડની રકન ભરવા પહોંચી ગયો હતો.

2.  આજનો સેન્સેક્સ 163 અંક ઘટ્યો, નિફ્ટી 16568 પર બંધ; કોટક મહિન્દ્રા, ICICI બેન્કના શેર ઘટ્યા

અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, નેસ્લે, બજાજ ઓટોના શેર વધ્યા

  ભારતીય શેરબજારો આજે રેકોર્ડ લેવલે પહોંચ્યા પછી દિવસના અંતે સેન્સેક્સ 163 અંક ઘટી 55629 પર બંધ રહ્યો હતો. જ્યારે 46 અંક ઘટી 16568 પર બંધ રહ્યો હતો. કારોબાર દરમિયાન સેન્સેક્સ 56118.57 અને નિફ્ટી 16701.85ના રેકોર્ડ લેવલે પહોંચ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

3. ગિફ્ટ સિટીમાં આજથી ભારતના પહેલા બુલિયન એક્સચેન્જની પ્રાયોગિક ધોરણે શરૂઆત થશે

  ગોલ્ડ એક્સ્ચેન્જ માટેની પોલિસી IIM અમદાવાદમાં તૈયાર થઈ છે. ભારતની બુલિયન અને જ્વેલરી ઇન્ડસ્ટ્રી જેનો ઘણા સમયથી રાહ જોઈ રહી છે તે ગોલ્ડ એક્સ્ચેન્જની આજથી પ્રાયોગિક ધોરણે શરૂઆત થવા જઈ રહી છે. દેશનું પહેલું બુલિયન એક્સ્ચેન્જ ગુજરાતમાં ગાંધીનગરમાં આવેલા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી (ગીફ્ટ-સિટી) ખાતે બનશે. આજે 18 ઓગસ્ટના રોજ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA)ના ચેરમેન ઈંજેતી શ્રીનિવાસ ઈન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX)ને પાઈલોટ બેઝ પર શરૂ કરાવશે.

4. આજે વડોદરાના દેથાણમાં ઘાસ કાપવા ગયેલી મહિલાની 6 નરાધમોએ ગેંગરેપ બાદ હત્યા કરી, સ્નીફર ડોગ વસાહતમાં જઈ 1 આરોપી પાસે સતત ભસતો રહ્યો

  પોલીસ સાથે મહિલાની ગેંગરેપ બાદ હત્યા કરનારા 6 નરાધમો, ઈન્સેટમાં મૃતક મહિલા અને જાવા નામનો સ્નીફર ડોગ

મજૂરોના મુકાળદમે બળાત્કાર કર્યાં પછી હાથ-પગ પકડી રાખી મોઢામાં ડૂચો દઇ વારાફરતી દુષ્કર્મ આચર્યુ. વડોદરા LCBએ ગણતરીના કલાકોમાં જ તમામ 6 આરોપીની ધરપકડ કરી

5. ઝલાલાબાદમાં અફઘાની ધ્વજ લઇને પ્રદર્શન કરી રહેલા લોકો પર તાલિબાનીઓએ ફાયરિંગ કર્યું; 1નું મોત

  મુલ્લા બરાદર અખુંદ રાષ્ટ્રપતિ બને એવી સંભાવના. તાલિબાનનો દાવો- અફઘાનિસ્તાનની ભૂમિ પરથી કોઈના પર હુમલો નહીં થવા દઈએ. ભારતમાં આવવા માગતા શીખ અને હિન્દુ લઘુમતીઓને પણ આશ્રય આપો- નરેન્દ્ર મોદી

6. જે તાલિબાનીઓ આગળ 3 લાખ સૈનિક ઝૂકી ગયા, ત્યાં 5 મહિલાઓ અડીખમ; કહ્યું- અમારો અવાજ દબાવી નહીં શકે

  મહિલાઓ કહ્યું 20 વર્ષથી જે અધિકારો અમને મળી રહ્યા હતા તે અધિકારો અમે માગીએ છે. રાજકારણમાં ભાગીદારીએ મહિલાઓનો હક છે.

7. બંને ખેલાડીની જોડીએ મેચની સાથે ફેન્સનાં દિલ પણ જીત્યાં, મેદાનથી લઈને લોર્ડ્સની બાલ્કનીમાં મસ્તી કરતા નજરે પડ્યા;

    કોહલી અને રોહિત મેચ જીત્યા પછી એકબીજાને ભેટી પડ્યા. લોર્ડ્સ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી અને રોહિત શર્માએ અંગત વિવાદોની અફવા પર વિરામ મૂકી દીધો છે.

8. ટેક્સ છૂટની સાથે જો સારું રિટર્ન જોઈતું હોય તો ઈક્વિટી લિંક્ડ સેવિંગ સ્કિમમાં રોકાણ કરવું, છેલ્લા 1 વર્ષમાં 93% સુધી રિટર્ન આપ્યું

  આ દિવસોમાં, જો તમે પૈસા રોકાણ કરવા માટે કોઈ એવો ઓપ્શન શોધી રહ્યા છો જ્યાંથી તમને સારા રિટર્નની સાથે ટેક્સ છૂટનો પણ ફાયદો મળી શકે તો તમે ઈક્વિટી લિંક્ડ સેવિંગ સ્કિમ એટલે કે ELSSમાં રોકાણ કરી શકો છો.

9. 3 વેરિઅન્ટથી સજ્જ અમેઝ ફેસલિફ્ટ ₹6.32 લાખમાં લોન્ચ થઈ, ઓનલાઇન ખરીદો તો ₹5,000 અને ડીલરશિપ પર જાઓ તો ₹21,000 બુકિંગ અમાઉન્ટ આપવી પડશે

  2018માં લોન્ચ કરાયેલી ‘હોન્ડા અમેઝ’ને સક્સેસ મળ્યા બાદ હવે કંપનીએ તેની આ મોસ્ટ પોપ્યુલર સિડેન અમેઝ ફેસલિફ્ટ 2021 લોન્ચ કરી દીધી છે. આ કારની પ્રારંભિક એક્સ-શો રૂમ કિંમત 6.32 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

Read About Weather here

10. યુવાનોમાં ઝડપથી વધી રહ્યું છે એનર્જી ડ્રિંક્સનું વ્યસન, જે તેમને વધુ અગ્રેસિવ બનાવે છે; જાણો તેનાથી કેવી રીતે છૂટકારો મેળવવો

   સ્કૂલના વિદ્યાર્થીઓ દરરોજ સરેરાશ 121 મિલીગ્રામ કેફીન લે છે, તે તેમના માટે વધારે છે. કોફી, ચા, કોલા બેવરેજ અને એનર્જી ડ્રિંક્સને લઈને પેરેન્ટ્સ જાગૃત નથી રહેતા, પરિણામે બાળકોને કેફીનનું વ્યસન થઈ જાય છે. તે તેમના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here