સોનાના ભાવમાં એકધારી તેજી, એક વર્ષમાં 16 ટકા રીટર્ન આપતી પીળીધાતુ

સોનાના ભાવમાં એકધારી તેજી, એક વર્ષમાં 16 ટકા રીટર્ન આપતી પીળીધાતુ
સોનાના ભાવમાં એકધારી તેજી, એક વર્ષમાં 16 ટકા રીટર્ન આપતી પીળીધાતુ

અમેરિકી ડોલર સામે રૂપિયામાં ધોવાણને પગલે સોનાના ભાવમાં ભારે ઉછાળો

સોનાના સતત વધી રહેલા ભાવો વચ્ચે બુધવારે અમદાવાદની બજારોમાં તે બે વર્ષની ટોચે પહોંચીને 57600 બોલાયા હતા. 4 જાન્યુઆરી 2022ના દિવસે જે લોકોએ 49700 રૂપિયા પ્રતિ ગ્રામના ભાવે સોનુ ખરીદ્યું હતું તેમને એક વર્ષમાં 16 ટકા રિટર્ન મળ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

છેલ્લે આ ભાવની આજુબાજુ 4 ઓગષ્ટ 2020ના દિવસે સોનાભાવ 57200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યા હતા. 7 ઓગષ્ટ 2020ના દિવસે સોનાના ભાવો રેકોર્ડ હાઇ 58000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યા હતા.વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલ (ડબલ્યુજીસી) અનુસાર ભૌગોલિક અનિરૂતિતાઓ અને મોંઘવારીમાં વધારાના કારણે વધી રહેલા સોનાના ભાવો બુધવારે 1854.10 ડોલર (લગભગ 1.5 લાખ રૂપિયા) પ્રતિ ટ્રોય આઉન્સ થઇ ગયા હતા.

ઇન્ડિયા બુલીયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના ડાયરેકટર હરેશ આચાર્યએ કહ્યું કે અમેરીકન ફેડરલ રીઝર્વ્સ દ્વારા વ્યાજદરમાં સતત વધારાના કારણે સોનાના ભાવો વધ્યા છે. આ ઉપરાંત અમેરિકન ડોલર સામે રૂપિયાના ધોવાણના કારણે સ્થાનિક બજારોમાં પણ સોનાના ભાવોમાં અસરકારક વધારો થયો છે. મહત્વપૂર્ણ અર્થવ્યવસ્થાની બેંકો પણ અત્યારે મોટા પ્રમાણમાં સોનુ ખરીદી રહી છે.

Read About Weather here

આચાર્યએ કહ્યું, સ્થાનિક બજારોમાં સોનુ 61,000 પહોંચે તેવી આશા છે. ભાવો વધારે હોવા છતાં સોનામાં રોકાણ કરવાનો આ સારો સમય છે. અચોક્કસતાઓ વચ્ચે પણ આ પીળી ધાતુ ધીમે ધીમે રેકોર્ડ હાઇ ભાવો તરફ આગળ વધી રહી છે. જો કે વધતા ભાવોના કારણે રોકાણકારો ઓછો રસ દાખવી રહ્યા છે અને આભૂષણોના વેચાણને પણ અસર થઇ રહી છે. તેમ છતાં વિશ્લેષકો ભલામણ કરે છે કે આ વર્ષે જ્યારે પણ ભાવોમાં ઘટાડો આવે ત્યારે સોનુ ખરીદવું જોઇએ કેમકે આગામી મહિનાઓમાં તેના ભાવો વધી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here