કાલે ભારત અને શ્રીલંકા વચ્ચે શ્રેણીનો ફાઈનલ રોમાંચક જંગ

કાલે ભારત અને શ્રીલંકા વચ્ચે શ્રેણીનો ફાઈનલ રોમાંચક જંગ
કાલે ભારત અને શ્રીલંકા વચ્ચે શ્રેણીનો ફાઈનલ રોમાંચક જંગ

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, ખંઢેરી ખાતે ટી-20 શ્રેણીનો ત્રીજો અને અંતિમ મુકાબલો ખેલાશે

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આકરી અને કડકડતી ઠંડીમાં પણ ક્રિકેટની ઉતેજનાનો ગરમાવો ફરી વળ્યો છે. આવતીકાલે શનિવારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, ખંઢેરી ખાતે ભારત અને શ્રીલંકાની ટીમો વચ્ચે વર્તમાન ટી-20 શ્રેણીનો ત્રીજો અને અંતિમ મુકાબલો ખેલાશે.

Visit Saurashtra Kranti Homepage here

બંને ટીમો 1-1 મેચ જીતી હોવાથી કાલનો મેચ ફાઈનલના રૂપમાં તબદીલ થઇ ગયો છે. એટલે પ્રચંડ રસાકસી અને રોમાંચ જામવાની પૂરી શક્યતા છે. ભારતીય ટીમ શ્રેણી જીતવા માટે ‘ફાઈટ ટુ ફીનીશ’ના મૂડમાં હોવાથી ક્રિકેટ રસિકોને એક શાનદાર રોમાંચક મુકાબલો જોવા મળશે. આવતીકાલે સાંજે 7 વાગ્યાથી ટી-20 મેચ શરૂ થશે. ચોગ્ગા-છગ્ગાની રમઝટ માણવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ક્રિકેટ રસિયાઓ અધીરા બની ગયા છે. આવી ઠંડીમાં પણ ટીકીટો માટે જબરદસ્ત ધસારો જોવા મળ્યો છે અને કોઈપણ ભોગે ટિકિટ મેળવવા પડાપડી થઇ રહી છે.

રાજકોટના સ્ટેડિયમ પર પહેલીવાર કોઈપણ શ્રેણીનો ફાઈનલ જેવો મુકાબલો રમાઈ રહ્યો હોવાથી ક્રિકેટ ચાહકોમાં ગજબનાક રોમાંચ, ઉત્સાહ અને ક્રિકેટ ઝુનુનનું મોજું ફરી વળ્યું છે અને હાડ થીજાવતા ઠંડીના માહોલમાં પણ ટી-20 નો ગરમાવો ફરી વળ્યો છે. સૌરાષ્ટ્રભરના ચાહકો થનગની ઉઠ્યા છે અને હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, સૂર્યકુમાર યાદવ, ઉમરાન મલિક જેવા ખિલાડીઓની ઝલક મેળવવા આજે એરપોર્ટ પર અને ટીમની હોટેલ પર ચાહકોનો જંગી મહેરામણ ઉમટી પડ્યો હતો. ભારતીય ટીમનું કાઠીયાવાડી પરંપરાથી શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. હોટેલ સયાજીમાં ગરબા થકી અને ક્રિકેટરોના કપાળ પર તિલક કરીને કાઠીયાવાડી ઢબે સ્વાગત કરવામાં આવ્યું હતું એ જ રીતે શ્રીલંકાની ટીમનું પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આવતીકાલના મેચમાં ભારતીય ટીમ શ્રેણી જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ભારતીય ટીમ કાલનો મેચ જીતીને ટ્રોફી હાથમાં લેવા માટે તલપાપડ બની છે. ક્રિકેટચાલકો હાર્દિક અને સૂર્યકુમારની તોફાની બેટિંગ, અક્ષર પટેલની ઓલરાઉન્ડર રમત જોવા માટે તલપાપડ બન્યા છે.આવતીકાલે રમાનારા મુકાબલાની ખાસ વાત એ છે કે પહેલીવાર રાજકોટના એસસીએ સ્ટેડિયમ પર કોઈ દ્વિપક્ષીય શ્રેણીનો ફાઈનલ મુકાબલો રમાવા જઈ રહ્યો છે મતલબ કે આવતીકાલની મેચ જે ટીમ જીતશે તે રાજકોટમાં ચમકદાર ટ્રોફી ઉઠાવશે. આમ તો આ મેચ માટે ટીમ ઈન્ડિયાનું પલડું ભારે જણાઈ રહ્યું છે પરંતુ જે રીતે શ્રીલંકાએ ગઈકાલે પૂનામાં ધમાલ મચાવી હતી તેના કારણે અત્યારે બન્ને ટીમ મજબૂત હોવાનું નિષ્ણાતો કહી રહ્યા છે.

કાલે રોમાંચક મુકાબલાને લઈને રાજકોટ-સૌરાષ્ટ્રના ક્રિકેટરસિકોએ ટિકિટ માટે છેલ્લી ઘડી સુધી લાવ…લાવ… કર્યું હતું અને જે ભાવની ટિકિટ મળી તે ભાવની ટિકિટની ખરીદી કરી આ મેચના સાક્ષી બનવા માટે છેવટ સુધી તાકાત લગાવી દીધી હતી.દરમિયાન ભારત-શ્રીલંકા ટીમના ક્રિકેટરો રાજકોટ એરપોર્ટ ઉપર ઉતર્યા ત્યારે તેમની એક ઝલક મેળવવા માટે કડકડતી ઠંડી વચ્ચે તેમના ચાહકો ત્યાં ગોઠવાઈ ગયા હતા. ખાસ કરીને ગુજ્જુ ખેલાડી હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, હર્ષલ પટેલને જોવા માટે ચાહકોનો રીતસરનો મેળાવડો જામ્યો હતો. આ ઉપરાંત ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ સહિતના ખેલાડીઓ સાથે તસવીર ખેંચાવવા તેમજ ઓટોગ્રાફ લેવા માટે લોકોએ પડાપડી કરી મુકી હતી. એરપોર્ટ પરથી રવાના થયા બાદ ખેલાડીઓનું રસ્તામાં પણ રાજકોટના લોકોએ સ્વાગત કર્યું હતું તો જ્યાં આ ખેલાડીઓને ઉતારો આપવામાં આવ્યો છે.

Read About Weather here

તે બન્ને હોટેલ દ્વારા ખેલાડીઓનું કાઠીયાવાડી પરંપરાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સૌથી પહેલા ક્રિકેટરોના કપાળ પર તીલક કરાયું હતું. આ પછી ગરબાના વિવિધ સ્ટેપ્સ થકી તેમનું ગ્રાન્ડ વેલકમ કરવામાં આવ્યું હતું. એક વાત એ પણ નોંધવી રહી કે રાજકોટમાં અત્યારે કડકડતી ઠંડી પડી રહી છે. સૌરાષ્ટ્ર-રાજકોટના લોકો ઠંડીની પરવા કર્યા વગર સ્ટેડિયમમાં હાજર રહીને મેચ નિહાળવા માટે આતૂર છે. બીજી બાજુ મેચ માટે દર્શકોને બપોરે 4 વાગ્યાથી જ સ્ટેડિયમમાં પ્રવેશ આપવાનું શરૂ કરી દેવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here