સરકારે જરૂરી દવાઓની યાદી(એનએલઈએમ)માં સામેલ 119 દવાઓની મહત્તમ કિંમત નક્કી કરી દીધી. તેનાથી કેન્સર, ડાયાબિટીસ, ફીવર, હિપેટાઈટિસ સહિત અનેક ગંભીર રોગની દવાઓની કિંમતોમાં 40% ઘટાડો થશે.
Visit Saurashtra Kranti Homepage here
કેન્સરની દવામાં સૌથી વધુ 40% સુધીનો ઘટાડો નોંધાશે. આવનારા સમયમાં એનએલઈએમમાં સામેલ અન્ય કેટલીક દવાઓની મહત્તમ કિંમત પણ ઘટાડાશે.નેશનલ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઈઝિંગ ઓથોરિટીની બેઠકમાં આ યાદીમાં સામેલ 119 પ્રકારની ફોર્મ્યુલેશનવાળી દવાઓની મહત્તમ કિંમત પ્રતિ ટેબ્લેટ-કેપ્સ્યૂલ નક્કી કરાઈ હતી.
Read About Weather here
એનપીપીએ વતી જે મુખ્ય દવાઓની કિંમતોમાં ઘટાડો કરાયો છે તેમાં તાવની દવા પેરાસિટામોટલ, લોહીમાં યુરિક એસિડ ઘટાડતી દવા, મલેરિયા તથા અલગ અલગ બીમારીઓમાં વપરાતી એન્ટિબાયોટિક્સ સામેલ છે. આ ઉપરાંત મેનેન્ઝાઈટિસ, લિવર, ડાયાબિટીસ, મેનોપોઝ, લોહી પાતળું કરતી અને કેન્સરના ટ્યુમરના વધવાની ઝડપ ઘટાડતી દવાઓની મહત્તમ કિંમત નક્કી કરાઈ હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here