શેર બજાર ઐતિહાસિક ટોચે : સેન્સેક્સ 77000ને પાર, નિફ્ટીએ પણ લગાવી છલાંગ

શેર બજાર ઐતિહાસિક ટોચે : સેન્સેક્સ 77000ને પાર, નિફ્ટીએ પણ લગાવી છલાંગ
શેર બજાર ઐતિહાસિક ટોચે : સેન્સેક્સ 77000ને પાર, નિફ્ટીએ પણ લગાવી છલાંગ

શેરબજારે સોમવારે ઈતિહાસ રચ્યો, બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરોવાળા સેન્સેક્સે 323.64 પોઈન્ટના ધમાકેદાર ઉછાળા સાથે પ્રથમ વખત 77,000ની સપાટીને પાર કર્યો…

દેશમાં NDA સરકાર સત્તામાં આવી છે અને PM નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. તો બીજી બાજુ શેરબજારે સોમવારે ઈતિહાસ રચ્યો .

વાસ્તવિકતામાં સપ્તાહના પહેલા દિવસે સોમવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરોવાળા સેન્સેક્સે 323.64 પોઈન્ટના ધમાકેદાર ઉછાળા સાથે પ્રથમ વખત 77,000ની સપાટીને પાર કરી હતી. તે 77,017ના સ્તરે ખુલ્યો હતો. આ સાથે જ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ પણ બજાર ખુલતાની સાથે જ 105 પોઈન્ટ ઉછળ્યો હતો. BSE સેન્સેક્સ 1618.85 પોઈન્ટ અથવા 2.16 ટકાના ઉછાળા સાથે 76,693.41 પર બંધ થયો.

શેરબજારમાં ઉછાળો ગયા શુક્રવારે ચાલુ રહ્યો હતો અને 77,017ના સ્તરે ખૂલ્યા બાદ સેન્સેક્સે વેગ પકડ્યો હતો અને 77,079.04ના સ્તરે પહોંચ્યો હતો, જે BSE ઇન્ડેક્સનું નવું ઓલ ટાઈમ હાઈ લેવલ છે. માર્કેટમાં ટ્રેડિંગની શરૂઆત સાથે જ લગભગ 2196 શેર લીલા નિશાન પર ઉછાળા સાથે ખુલ્યા હતા જ્યારે 452 કંપનીઓના શેર લાલ નિશાન પર ઘટાડા સાથે ખુલ્યા હતા.