રાજુલાના પીપાવાવ ચોકડી નજીક ટ્રક ચાલકે બાઇક સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો

રાજુલાના પીપાવાવ ચોકડી નજીક ટ્રક ચાલકે બાઇક સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો
રાજુલાના પીપાવાવ ચોકડી નજીક ટ્રક ચાલકે બાઇક સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો
રાજુલાના પીપાવાવ પોર્ટ નજીક અકસ્માતની ઘટના બની હતી. પીપાવાવ પોર્ટ ચોકડી નજીક બલાડમાંના મંદિર પાસે ટ્રક અને બાઇક વરચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમા ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર ઇજાગ્રસ્ત થયાં હતાં.

Visit Saurashtra Kranti Homepage here

ઇજાગ્રસ્તને પગ તેમજ માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. અને લોકોના ટોળે ટોળા એકઠા થયાં હતા. ઇજાગ્રસ્ત વ્યક્તિને 108 મારફતે રાજુલા જનરલ હોસ્પિટલ ખસેડાયા. અને વધુ સારવાર માટે મહુવા રિફર કરવામા આવ્યાં. પીપાવાવ પોર્ટ ચોકડી થી બલાડામાંના મંદિર આસપાસ અવારનવાર અકસ્માતના બનાવો બનતા હોય છે. આ ધટનાની જાણ ભેરાઇ ગામ સરપંચ વાલભાઇ રામ સહીત લોકોને થતાં દોડી ગયા હતાં. આ બાબતે ભેરાઇ ગામ સરપંચ વાલભાઇએ જણાવ્યુ હતું કે, પીપાવાવ પોર્ટ ચોકડી નજીક અવારનવાર અકસ્માતની ઘટનાઓ બને છે. પીપાવાવ પોર્ટ થી ડમ્પર, ટ્રેલરો અને ટ્રકની ભારે અવરજવર રહેતો હોય છે. જેથી નાના વાહનોને અકસ્માત ભય રહતો હોય છે. અહીયા સ્પીડ બ્રેકર મુકવામા આવે તેથી અકસ્માતનો ભય ના રહે. ત્યારે બલાડમાંના મંદિર પાસે,દેવપરા અને લોજીસ્ટીકની સામે પીપાવાવ પોર્ટ દ્વારા સ્પીડ બ્રેકર મુકવામા આવે તેવી માંગ કરી હતી.

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here