રાજકોટ : રેલનગર અન્ડરબ્રિજ સોમવારથી ૨ મહિના બંધ રહેશે

રાજકોટ : રેલનગર અન્ડરબ્રિજ સોમવારથી ૨ મહિના બંધ રહેશે
રાજકોટ : રેલનગર અન્ડરબ્રિજ સોમવારથી ૨ મહિના બંધ રહેશે

શહેરના રેલનગર વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે અન્ડરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું બાંધકામ રેલવે વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.લોકાર્પણ બાદ દર વર્ષે ચોમાસાની સિઝનમાં સતત ત્રણ થી ચાર મહિના સુધી બ્રિજમાં પાણી ટપકતું રહે છે.

Visit Saurashtra Kranti Homepage here

આ સમસ્યાના કાયમી નિવારણ માટે કોર્પોરેશન દ્વારા 56 લાખના ખર્ચે પ્રેશર ગ્રાઉન્ટીંગ ફિલીંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ખર્ચ મંજૂર કરાયા બાદ હવે કામગીરી શરૂ કરવામાં આવશે. આગામી સોમવારથી વાહન ચાલકો માટે બે મહિના સુધી રેલનગર અન્ડરબ્રિજ બંધ કરી દેવામાં આવશે. આ અંગે સત્તાવાર જાહેરનામું પ્રસિધ્ધ કરવા માટે કોર્પોરેશન દ્વારા પોલીસ વિભાગને પત્ર પણ લખવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

સતત ટપકતા પાણીની સમસ્યા દૂર કરવા પ્રેશર ગ્રાઉન્ટીંગ ફિલીંગ કરાશે

રેલનગર અન્ડરબ્રિજમાં ચોમાસાના પ્રથમ વરસાદથી પાણી પડવાનું શરૂ થાય છે. જે દિવાળી સુધી સતત ચાલુ રહે છે. જેના કારણે શેવાળ જામી થાય છે અને અકસ્માત સર્જાય છે. કાયમી ધોરણે આ ટપકતાં પાણીની સમસ્યાના નિવારણ માટે તાજેતરમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂ.56 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. હવે કામ શરૂ કરવામાં આવશે. કામગીરી અંદાજે બે મહિના સુધી ચાલશે. પ્રેશર ગ્રાઉન્ટીંગ ફિલીંગ કરાશે. જેના કારણે જમીનમાંથી પાણી ડાઇવર્ટ થઇ જશે. સાથોસાથ પાણીનો ભરાવો ન થાય તે માટે ત્રણથી ચાર ઇંચનો નવો વેરીંગ કોર્ટ પણ બનાવવામાં આવશે. આ કામગીરી શરૂ કરવાની હોય કોર્પોરેશન દ્વારા બે મહિના સુધી રેલનગર અન્ડરબ્રિજ વાહનચાલકો માટે બંધ રાખવામાં આવશે. જેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા માટે પોલીસ કમિશનરને પત્ર પણ લખવામાં આવ્યો છે.

Read Saurashtra Kranti E-Paper here

સોમવારથી રેલનગર અન્ડરબ્રિજ વાહનચાલકો માટે બંધ કરી દેવામાં આવશે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ બ્રિજમાં ટપકતાં વરસાદી પાણીને બંધ કરવા માટે હવે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. રેલનગર અન્ડરબ્રિજમાં ચોમાસાના પ્રથમ વરસાદથી પાણી પડવાનું શરૂ થાય છે. જે દિવાળી સુધી સતત ચાલુ રહે છે. જેના કારણે શેવાળ જામી થાય છે અને અકસ્માત સર્જાય છે. કાયમી ધોરણે આ ટપકતાં પાણીની સમસ્યાના નિવારણ માટે તાજેતરમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂ.56 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. હવે કામ શરૂ કરવામાં આવશે. કામગીરી અંદાજે બે મહિના સુધી ચાલશે. પ્રેશર ગ્રાઉન્ટીંગ ફિલીંગ કરાશે. જેના કારણે જમીનમાંથી પાણી ડાઇવર્ટ થઇ જશે.

સાથોસાથ પાણીનો ભરાવો ન થાય તે માટે ત્રણથી ચાર ઇંચનો નવો વેરીંગ કોર્ટ પણ બનાવવામાં આવશે. આ કામગીરી શરૂ કરવાની હોય કોર્પોરેશન દ્વારા બે મહિના સુધી રેલનગર અન્ડરબ્રિજ વાહનચાલકો માટે બંધ રાખવામાં આવશે. જેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા માટે પોલીસ કમિશનરને પત્ર પણ લખવામાં આવ્યો છે. સંભવત: સોમવારથી રેલનગર અન્ડરબ્રિજ વાહનચાલકો માટે બંધ કરી દેવામાં આવશે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ બ્રિજમાં ટપકતાં વરસાદી પાણીને બંધ કરવા માટે હવે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here