રાજકોટ તાલુકા પંચાયત ઈ-શ્રમ કાર્ડની કામગીરીમાં દેશમાં પ્રથમ

આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી
આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી
રાજકોટ તાલુકા પંચાયત ઇ-શ્રમની કામગીરીમાં સમગ્ર દેશમાં પ્રથમ નંબરે આવી છે. છેલ્લા 8 માસમાં જ 41 હજાર અસંગઠિત ક્ષેત્રના કામદારોના ઇ-શ્રમ કાર્ડ કાઢવામાં આવ્યા છે. ભારત સરકાર દ્વારા અસંગઠિત શ્રમિકોને ઈ-શ્રમ કાર્ડ યોજના હેઠળ આવરી લેવા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

આ યોજનામાં શ્રમિકોને અકસ્માત મૃત્યુ વીમામાં રૂ.2 લાખ અને અન્ય અકસ્માતમાં રૂ.1 લાખ વીમા સ્વરૂપે મળવાપાત્ર રહે છે. આ ઉપરાંત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતા સામાજિક સુરક્ષાનો લાભ પણ મળી શકે છે. આ ઈ-શ્રમ યોજનામાં જોડાનાર કામદારોને પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના હેઠળ વીમો મળે છે. જેમાં લાભાર્થીઓએ વીમા પ્રીમિયમ ભરવાનું રહેતું નથી.

Read About Weather here

રાજકોટ તાલુકા પંચાયત દ્વારા ઈ-શ્રમની કામગીરી 91 ગ્રામ પંચાયત દ્વારા કરાઈ છે. ટીડીઓ એન.એમ.તરખાલાએ જણાવ્યું હતું કે, કલેક્ટર અને ડીડીઓના માર્ગદર્શન હેઠળ ગ્રામપંચાયતમાં વીસીઈ મારફતે કામગીરી કરાવવામાં આવી હતી. છેલ્લા 8 માસ દરમિયાન ઈ-શ્રમ કાર્ડ કાઢવાની કામગીરીમાં 41 હજાર કામદારોના ઈ-શ્રમ કાર્ડ કાઢવામાં આવ્યા અને જે દેશમાં કોઈ પણ તાલુકા પંચાયત દ્વારા સૌથી વધુ ઈ-શ્રમ કાઢવામાં આવ્યા હોવાનું નોંધાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here