યોગીએ કેબીનેટમાં આપી મંત્રીઓને ચેતવણી

યોગીએ કેબીનેટમાં આપી મંત્રીઓને ચેતવણી: વી.આઈ.પી.કલ્ચર છોડો
યોગીએ કેબીનેટમાં આપી મંત્રીઓને ચેતવણી: વી.આઈ.પી.કલ્ચર છોડો

યોગી આદિત્યનાથે તેમના કેબિનેટ સભ્યો સાથે બેઠક યોજી હતી. તેમાં મુખ્યમંત્રીએ ફરી એકવાર મંત્રીઓને સંદેશાવ્યવહાર, સંકલન અને સંવેદનશીલતાનો મંત્ર આપીને જનતા સુધી પહોંચવાની સૂચના અપાઇ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર મંત્રી 10 જુનથી તેમના ચાર્જ હેઠળના જિલ્લાઓની મુલાકાત લેશે.સીએમએ કહ્યું કે મંત્રીઓએ ફિલ્ડમાં જવું જોઈએ, સંવેદનશીલતા સાથે જનતા સાથે વાતચીત કરવી જોઈએ અને સ્થાનિક જનપ્રતિનિધિઓ અને સરકારી વહીવટીતંત્ર સાથે સંકલન કરીને સમસ્યાઓનું નિરાકરણ કરવું જોઈએ.

જયારે પણ સમસ્યા હોય તો મુખ્યમંત્રી કાર્યાલયને જાણ કરો.તમને દરેક સમયે સંપૂર્ણ સહયોગ મળશે. મંત્રીઓ સાથેની વાતચીત દરમિયાન, મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે દરેકને તે મંત્રીઓ હોય કે અન્ય જનપ્રતિનિધિઓ તેઓએ વીઆઈપી કલ્ચરમાંથી બહાર આવું જ પડશે. આપણી કોઈપણ પ્રવૃતિ વીઆઈપી સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતી હોવી જોઈએ નહીં.આ માટે દરેક સતર્ક અને સાવચેત રહેવું પડશે.