કાનપુરમાં છેલ્લા ચોવીસ કલાકમાં જબરી શીતલહેરથી હૃદયરોગ તેમજ બ્રેઈન એટેકથી 25 લોકોના જીવ ગયા છે અને છેલ્લા ત્રણ દિવસમાં આ રીતે 40 લોકો ઠંડીને કારણે મૃત્યુ પામ્યા છે. સિનિયર ન્યુરોસર્જનના જણાવ્યા મુજબ ભારે ઠંડીને કારણે લોકોની દિગામની નશો ફાટવાની ઘટના વધી ગઈ છે.
Visit Saurashtra Kranti Homepage here
50 વર્ષ બાદ આ પ્રકારની ઠંડી પડી રહી છે અને ન્યુનતમ તાપમાન કાનપુર અને આસપાસના વિસ્તારોમાં 3.6 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. ચંદ્રશેખર આઝાદ કૃષિ યુનિ. અને ટેકનોલોજી સંસ્થાન ના નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે ઉપલબ્ધ આંકડા મુજબ 1972થી આજદીન સુધી 3 જાન્યુ.ના રોજ કદી પણ કાનપુર અને તેની આસપાસ તાપમાનનો પારો 3.6 ડિગ્રીએ પહોંચ્યો નથી.
Read About Weather here
સામાન્ય રીતે અહી રાત્રીના 10.8 જેટલું તાપમાન રહે છે અને હજુ પણ અહી ભારે ધુમ્મસ સાથે વધુ ઠંડી પડવાની અને ધુમ્મસનું વાતાવરણ સર્જાવાની શકયતા છે. કાનપુરમાં એક જ દિવસમાં અલગ અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 25થી વધુ મોત થયા છે. જેમાં 17ને તો સારવાર માટેનો પણ સમય મળ્યો ન હતો અને ભારે ઠંડીથી લોહી જામી જતા તેમના તત્કાલ મૃત્યુ થયા છે. ભારે ઠંડીને કારણે બ્લડપ્રેસર વધી જતા હાર્ટએટેક અને બ્રેઈન એટેક પણ આવવા લાગ્યા છે. કાર્ડીયોલોજી સંસ્થાના કંટ્રોલરૂમના જણાવ્યા મુજબ ગુરુવારે ઈમરજન્સીમાં 723 દર્દીઓ આવ્યા હતા જેમાં 41ની હાલત અત્યંત ગંભીર માનવામાં આવી રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here