બેંક ગ્રાહકોને રાહત: હવે KYC ઓનલાઈન થઇ શકશે

બેંક ગ્રાહકોને રાહત: હવે KYC ઓનલાઈન થઇ શકશે
બેંક ગ્રાહકોને રાહત: હવે KYC ઓનલાઈન થઇ શકશે

બેંકમાં જવાને બદલે ઘરે કે કામના સ્થળેથી KYC કરવાની છૂટ આપતી RBI

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા દ્વારા બેંક ગ્રાહકો માટેના કેવાયસી (નોન યોર કસ્ટમર) નિયમો હળવા બનાવાયા છે અને ગ્રાહકે હવે કેવાયસી માટે બેન્કમાં જવાની જરૂર પડશે નહી. આરબીઆઈ દ્વારા હવે કેવાયસીની પ્રક્રિયા ઘર કે ગમે ત્યાંથી વીડિયો આધારીત પ્રક્રિયા દ્વારા પૂર્ણ કરી શકાશે.

Visit Saurashtra Kranti Homepage here

આરબીઆઈએ ગઈકાલે એક પ્રેસ રીલીઝ જણાવ્યું કે કેવાયસી પ્રક્રિયા વીડિયો આધારીત ઉપરાંત બેંકની શાખામાં જઈને પણ કરી શકાય છે. કોઈપણ ફેરફાર ન હોય તો ગ્રાહક ફકત પોતે સ્વયં કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે જેને માન્ય રાખવામાં આવશે. ઉપરાંત બેંકોને આ માટે ગ્રાહકને સુવિધા આપવા પણ જણાવાયું છે.

Read About Weather here

વાસ્તવમાં આરબીઆઈને ફરિયાદ મળી હતી કે ઓનલાઈન દસ્તાવેજો સબમીટ કરવા છતાં બેંકોની વેબસાઈટ અને મોબાઈલ એપ મારફત ડીઝીટલ રી-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થતી નથી. આરબીઆઈના જણાવ્યા મુજબ ગ્રાહક તેના રજીસ્ટર, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, એટીએમ કે ઓનલાઈન બેંકીંગ અથવા તો ઈન્ટરનેટ બેંકીંગ કે મોબાઈલ એપ દ્વારા કે પત્ર લખીને પણ કેવાયસી પ્રક્રિયા પુર્ણ કરી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here