બ્રાઝિલમાં એક હુમલાખોરે બે શાળાઓમાં ઘૂસીને ફાયરિંગ કર્યું હતુ. હુમલામાં બે શિક્ષકો અને એક વિદ્યાર્થીના મોત થયા હતા. જેમાં 11 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સીએનએનના અહેવાલ મુજબ હુમલાખોરે બુલેટપ્રુફ જેકેટ પહેર્યું હતું. પોલીસે કહ્યું- હુમલો એસ્પિરિટો સેન્ટો સ્ટેટના અરાક્રુઝ શહેરમાં થયો હતો. હુમલાખોરની ઉંમર 16 વર્ષની આસપાસ છે.
Visit Saurashtra Kranti Homepage here
એક શાળામાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ સામે આવ્યા છે. આમાં હુમલાખોર દેખાઈ રહ્યો છે. તે લશ્કરી યુનિફોર્મ જેવા દેખાતા કપડા પહેર્યા હતા. તેણે પોતાનો ચહેરો ઢાંકવા માટે માસ્ક પહેર્યું છે. તે ગેટ પરનું તાળું તોડી શાળામાં ઘુસ્યો હતો. અહીં શિક્ષકોના રૂમમાં જતાં જ તેણે ગોળીબાર કર્યો હતો. તે પછી તે બીજી શાળામાં જાય છે. ત્યાં પણ તેણે ગોળીબાર કરતાં અનેક લોકોને ઈજા પહોંચી હતી.
એક અધિકારીએ જણાવ્યું કે હુમલાખોરના પિતા પોલીસમાં છે. તેમની જ ગનથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તેણે કહ્યું- 16 વર્ષીય હુમલાખોરના પિતા પોલીસમાં છે. હુમલાખોર પાસે બે બંદૂકો હતી, જે તેના પિતાની હતી. આમાંથી એક સર્વિસ ગન હતી અને એક ખાનગી બંદૂક હતી. તેણે આ હુમલો સમજી વિચારીને કર્યો હતો. તે તાળું તોડીને અને ગાર્ડની નજરથી બચીને સરળતાથી સ્કૂલમાં અંદર ઘુસ્યો હતો.
Read About Weather here
એક પોલીસ અધિકારીએ કહ્યું- એક હુમલાખોરે પ્રિમો બિટ્ટી સ્કૂલ અને પ્રેયા ડી કોકુઈરાલ એજ્યુકેશનલ સેન્ટરમાં ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. હુમલામાં 3 લોકોના મોત થયા હતા. જ્યારે 11 લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.એસ્પિરિટો સેન્ટોના ગવર્નર રેનાટો કાસાગ્રાન્ડે ટ્વીટ કરીને હુમલાની પુષ્ટિ કરી છે. તેમને કહ્યું- પોલીસે હુમલાખોરને ઝડપી લીધો છે. તેણે કાયરતાપુર્વક અરાક્રુઝમાં બે શાળાઓ પર હુમલો કર્યો. હું ત્રણ દિવસનો સત્તાવાર શોક જાહેર કરું છું. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here