પદાધિકારીઓ થોડો તો રહેમ કરો ! આઝાદીના ૭૫ વર્ષ બાદ પણ ગુજરાતના આ ગામમાં હજુ પણ વીજળી નથી

પદાધિકારીઓ થોડો તો રહેમ કરો ! આઝાદીના ૭૫ વર્ષ બાદ પણ ગુજરાતના આ ગામમાં હજુ પણ વીજળી નથી
પદાધિકારીઓ થોડો તો રહેમ કરો ! આઝાદીના ૭૫ વર્ષ બાદ પણ ગુજરાતના આ ગામમાં હજુ પણ વીજળી નથી

ગુજરાત મોડલની ચર્ચા તો સંપૂર્ણ દેશમાં થાય છે. ગુજરાતના વિકાસની વાત કરવામાં આવે છે. પરંતું પાટણ જિલ્લા એક ગામમા ગુજરાત મોડલ નાપાસ જોવા મળ્યું હોઈ તેમ લાગી રહ્યું છે. અહીં વિકાસ તો દૂરની વાત, પણ ગામમાં વીજળી જ નથી. આમ તો કહેવાતા આઝાદીના ૭૫ વર્ષ બાદ પણ ગુજરાતના ગામમાં વીજળી નથી. રાત પડ્યે લોકો દીવાના મારફતે કામ કરે છે. રાધનપુર તાલુકાના ૫૦ ની વસ્તી ધરાવતા નાનકડા એવા ડામરકા ગામમાં રાતે અંધારપટ છવાઈ જાય છે.

આઝાદીના ૭૫ વર્ષો વીત્યા છે છતાં પણ રાધનપુર નગરપાલિકાની હદમાં આવતા ડામરકા ગામમાં હજી સુધી લાઈટ નથી.૫૦૦ લોકોની વસ્તી અને ૨૯૦ થી વધુનું મતદાન છતાં આ ગામને આજદિન સુધી વીજળી મળી નથી.

ડામરકા શહેરી વિસ્તારમા આવતું હોવા છતાં અહી લોકોએ લાઈટ જોઈ નથી. ઉનાળોમાં લોકોને બે મહિના કાઢવા આકરા પડે છે, પરંતુ તંત્ર આંખ આડે કાન કરી રહ્યું છે.ગામના લોકોએ અસંખ્યવાર પાલિકામાં રજૂઆત કરી છે, છતાં પણ પાલિકા ઉંધી રહ્યું હોઈ તેમ લાગી રહ્યું છે. જો ગુજરાત સરકાર છેવાડાના વિકાસની વાતો કરતુ હોય તો પછી ડામરકામાં વીજળી કેમ નથી પહોંચી.

વર્ષ ૨૦૨૧ માં ઠરાવ પણ પાસ કરાયો હતો. ત્યાર બાદ ૪ ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ યુજીવીસીએલમાં નાયબ કાર્યપાલક ઈજનરને પત્ર લખી ડામરકા ગામમાં વીજ કનેક્શન આપવા પણ જાણ કરવામાં આવી હતી. તો પછી હજી સુધી કેમ ગામમાં વીજળી નથી આવી.