ગુજરાત વિધાનસભાની ડિસેમ્બરમાં નિર્ધારિત ચૂંટણીઓ પહેલા ગુજરાત કોંગ્રેસનાં સંગઠન માળખાની કાયાપલટ કરવાની દિશામાં કોંગ્રેસનાં મોવડી મંડળે ખૂબ જ મહત્વનું અને મોટું પગલું ઉઠાવ્યું છે અને જીજ્ઞેશ મેવાણી ઉપરાંત કોંગ્રેસનાં 6 ધારાસભ્યો સહિત 7 ધારાસભ્યોને પ્રદેશ કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂંક કરવાની ખૂબ જ મહત્વપૂર્ણ અને સૂચક જાહેરાત કરવામાં આવી છે. આ 7 સભ્યોને પ્રદેશ કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવા માટેની દરખાસ્તને કોંગ્રેસનાં રાષ્ટ્રીય નેતા સોનિયા ગાંધીએ ત્વરીત મંજૂરી આપી દીધી છે.
Visit Saurashtra Kranti Homepage here
જીજ્ઞેશ મેવાણી ઉપરાંત કોંગ્રેસનાં ધારાસભ્યો લલિત કગથરા, ઋત્વીક મકવાણા, અંબરીશ ડેર, હિંમતસિંહ પટેલ, કદીર પીરઝાદા અને ઇન્દ્રવિજયસિંહ ગોહિલને કાર્યકારી પ્રમુખની જવાબદારી સોંપવાની જાહેરાત કરવામાં આવી છે. સોનિયા ગાંધીએ આ દરખાસ્તને લીલીઝંડી આપી દીધી છે.
વડગામ બેઠક પરથી ચૂંટાયેલા જીજ્ઞેશ મેવાણી અપક્ષ ધારાસભ્ય તરીકે કોંગ્રેસને જ ટેકો આપતા આવ્યા છે. હવે એમને હોદ્દો અપાતા વિધિસર કોંગ્રેસમાં જોડાઈ જશે તેવું માહિતગાર સુત્રોએ જણાવ્યું હતું. કોંગ્રેસનાં રાષ્ટ્રીય મહામંત્રી કેસી વેણુગોપાલે જણાવ્યું હતું કે, જીજ્ઞેશ મેવાણી અને અન્ય 6 ધારાસભ્યોને કાર્યકારી પ્રમુખ તરીકે જવાબદારી સોંપવાની દરખાસ્તને સોનિયા ગાંધીએ તુરંત જ મંજૂરી આપી દીધી હતી.
Read About Weather here
તાજેતરમાં પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસનું કાર્યકારી પ્રમુખ પદ છોડી દઈ ભાજપમાં પ્રવેશ મેળવ્યા બાદ ગુજરાત કોંગ્રેસમાં ધરમૂળથી ફેરફારો થવાના ભણકારા વાગી રહ્યા હતા. તાજેતરમાં બે વખત પ્રદેશ કોંગ્રેસનાં નેતાઓને મોવડી મંડળનું તેડું આવ્યું હતું અને દિલ્હીમાં સઘન ચર્ચા-વિચારણા ચાલી હતી. વિધાનસભા ચૂંટણીઓ માટે કોંગ્રેસની તૈયારીઓ અને આયોજન અંગે પ્રદેશ નેતાઓએ મોવડીઓ સમક્ષ બ્લુપ્રિન્ટ રજુ કરી હતું અને ત્યારથી જ સંગઠનમાં ફેરફારોનો તખ્તો ગોઠવાઈ ગયો હતો. પક્ષને ચૂંટણીઓ માટે વધુ શક્તિશાળી અને સંગઠિત બનાવવાની દિશામાં કોંગ્રેસ મોવડીઓએ ખૂબ જ મોટું પગલું લીધું છે. 7- 7 કાર્યકારી પ્રમુખ નિયુક્ત કરવાનો નિર્ણય પણ અસાધારણ માનવામાં આવે છે.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here