ભારે વરસાદની આગાહીના કારણે મનપા તંત્ર એલર્ટ : સ્ટાફની રજા રદ્

ભારે વરસાદની આગાહીના કારણે મનપા તંત્ર એલર્ટ : સ્ટાફની રજા રદ્
ભારે વરસાદની આગાહીના કારણે મનપા તંત્ર એલર્ટ : સ્ટાફની રજા રદ્
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર – ગુજરાતમાં આગામી બે – ત્રણ દિ અતિભારે વરસાદની હવામાન ખાતાની આગાહી હોય ત્યારે આવનાર પડકારોનો સામનો કરવા મનપાની ગાર્ડન શાખા, ડ્રેનેજ શાખા, સોલીડ વેસ્ટ તથા ફાયરબ્રિગેડ સહિતની શાખાને તૈયારીમાં રહેવા મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ સુચના આપી મનપા તંત્ર એલર્ટ હોવાનું જણાવ્યું હતું. તેમજ તમામ શાખાના અધિકારીઓ, કર્મચારીઓની રજા રદ્દ કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનો દોર યથાવત રહેવાની આગાહીને પગલે મહાનગર પાલિકા દ્વારા આવનારા પડકારોનો અત્યારથી જ સામનો કરવા તૈયારી રાખવા સુચના આપવામાં આવી છે. જેમાં વોંકળામાંથી દબાણ દુર કરાવવું,બાઉન્ડ્રી ડિમાર્કેશન કરાવવું,જાહેર માર્ગોમાં પાણીને અવરોધતા ગેરકાયદેસર બાંધકામો, ખાનગી જોખમી હોર્ડીંગ અંગેની માહિતી, વોંકળા સફાઇ, ડ્રેનેજ ફરિયાદનો તાત્કાલિક નિકાલ ભારે વરસાદ,વાવાઝોડા સમયે વિદ્યુત પુરવઠો ન મળે ત્યારે તેની અવેજીમાં ડિઝલ જનરેટર વિગેરેની વ્યવસ્થા, રસ્તા પરના ખાડા,ખુલ્લા મેન હોલ વિગેરે બંધ કરાવવાની કાર્યવાહીની વિગત, ૠજઉખઅદ્વારાઊછઈમાટે ફાળવેલ તથા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વીસીઝ હસ્તકના વાહનો તથા સાધનોની વિગત તેમજ તેને ચાલુ સ્થિતિમાં રાખવા અંગે કરવાની થતી

કાર્યવાહી, અતિવૃષ્ટિના સમયે ભરાયેલ પાણીના ઝડપી નિકાલ માટે ડી-વોટરીંગ પંપની વ્યવસ્થા,પંપ વિક્રેતાઓની યાદી-ફોન નંબર,ઉપલબ્ધ પંપની વ્યવસ્થા, વરસાદનું સતત મોનીટરીંગ,આંકડા મેળવી,ચકાસીને તંત્રવાહકોને માહિતગાર કરવા,વેબસાઇટ તથા એલ.ઇ.ડી. બોર્ડ પર મુકવા તેમજ આઇ.સી.સી.સી.માં મોનીટરીંગ કરવું, શહેર આસપાસના વિસ્તારો,ગામોમાં રહેતા તરવૈયાઓની નામ,સરનામા,ફોન નં. સાથેની યાદી અદ્યતન કરવી, શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ન ભરાવા તથા તેના તાત્કાલિક નિકાલનું આયોજન, પુર,વાવાઝોડું વિગેરે કુદરતી આપત્તિ સમયે ચેતવણી

Read About Weather here

વિગેરે તેમજ જાન-માલ બચાવની કામગીરી,વાહન વ્યવસ્થા,બોટ વ્યવસ્થા,સ્થળાંતરની કામગીરી,સુરક્ષિત આશ્રયસ્થાનની વ્યવસ્થા વિગેરે કામગીરીની વ્યવસ્થા, આશ્રયસ્થાનોમાં ફુડ પેકેટ,પીવાનું પાણી,જીવન રક્ષક દવાઓ, રસીઓ, ક્લોરીન ટેબલેટ, જંતુનાશક દવાઓ તેમજ સફાઇ વિગેરેની વ્યવસ્થા, કોલ સેન્ટર ઉપરાંત ફરિયાદો માટે ક્ધટ્રોલ રૂમની વ્યવસ્થા,ક્ધટ્રોલ રૂમ ખાતે માણસો-ટેલિફોન-વાહનો-મજુરો-સાધનો વિગેરેની વ્યવસ્થા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here