કોરોનાને ભરી પીવા દેશ સજ્જ: વડાપ્રધાનની સમીક્ષા બેઠક

કોરોનાને ભરી પીવા દેશ સજ્જ: વડાપ્રધાનની સમીક્ષા બેઠક
કોરોનાને ભરી પીવા દેશ સજ્જ: વડાપ્રધાનની સમીક્ષા બેઠક
ચીન, જાપાન, અમેરિકા સહિતના વિશ્ર્વના અનેક દેશોમાં કોરોના મહામારીએ ફરીથી કાળોકેર મચાવી દીધો હોવાથી ભારત સરકાર એકદમ સજાગ અને એલર્ટ થઇ ગઈ છે. વિશ્ર્વમાં ઝડપથી પ્રસરતા કોરોના વાયરસના અહેવાલોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચિંતિત થઇ ઉઠ્યા છે. વડાપ્રધાને કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અને સંભવિત સ્થિતિ અંગે ચર્ચા-વિચારણા કરવા આજે ઉચ્ચ કક્ષાની બેઠક બોલાવી છે.

Visit Saurashtra Kranti Homepage here

કોરોનાની પરિસ્થિતિનો અંદાજ મેળવીને વડાપ્રધાન મોદી કોરોનાને ભરી પીવાની નવી રણનીતિ તૈયાર કરે અને ગાઈડલાઈન્સ આપે એવી શક્યતા છે. એક પછી એક રાજ્યોમાં કોરોનાની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠકો યોજાઈ રહી છે. કોરોનાના નવા ભયંકર રૂપનો સામનો કરવા માટે તમામ રાજ્યોમાં જિલ્લા અને તાલુકા કક્ષા સુધીના તંત્રને સાવધ રહેવા અને સજ્જ થવાના આદેશો છોડવામાં આવ્યા છે. કોરોનાની સારવારમાં વપરાતી તમામ દવાઓના ભાવ ઘટાડવાનો કેન્દ્ર સરકારે આ આજે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ભારતમાં અત્યારે કોરોનાની પરિસ્થિતિ બિલકુલ ચિંતાજનક નથી છતાં સરકાર સતર્ક બની છે. સમગ્ર દેશના આરોગ્ય તંત્ર તથા ટાસ્કફોર્સને એક્ટિવ કરવામાં આવ્યા છે.

ગઈકાલે કેન્દ્રના આરોગ્યમંત્રી ડો.મનસુખ માંડવીયાએ વરિષ્ઠ આરોગ્ય અધિકારીઓ તેમજ નિષ્ણાંતો સાથે ખાસ બેઠક યોજી હતી. આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોના હજી પૂરો ખત્મ થયો નથી. ચીનમાં જે નવો વાયરસ ફેલાયો છે તેના હજુ 4 કેસ ભારતમાં નોંધાયા છે. એ પૈકી એક ઓરિસ્સામાં અને 3 કેસ ગુજરાતમાં નોંધાયા છે. ભારત કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. તકેદારી વધારવા અને એરપોર્ટ પર વિદેશથી આવતા ઉતારુંઓના રેન્ડમ સેમ્પલીંગ શરૂ કરવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારના સૂત્રોએ આપેલી જાણકારી મુજબ કોરોનાનો નવો ભયંકર પ્રકાર બીએફ-7 તરીકે ઓળખાયો છે આ વાયરસ સપ્ટેમ્બરમાં ભારતમાં ઘુસ્યાની શંકા છે. સૌપ્રથમ વડોદરામાં એક એનઆરઆઈ મહિલામાં આ વાયરસ જોવા મળ્યો હતો. તે અમેરિકાથી આવી હતી પણ સારવાર બાદ આ મહિલાની સ્થિતિ સારી થઇ ગઈ હતી.વડાપ્રધાન મોદીએ આજે બપોર બાદ ઉચ્ચ કક્ષાની બેઠક બોલાવી છે. જેમાં કોરોના પરિસ્થિતિની સમીક્ષા અને આગામી રણનીતિ અંગે સઘન ચર્ચા-વિચારણા કરી નિર્ણયો લેવાશે. આરોગ્ય મંત્રાલય દર અઠવાડિયે પરિસ્થિતિની સમીક્ષા કરશે. ભારત કોઈ જોખમ લેવા માંગતું નથી.

કોવિડ ટાસ્કફોર્સના વડા ડો.વી.કે.પૌલે લોકોને બુસ્ટર ડોઝ લઇ લેવાની સલાહ આપી છે. ઉપરાંત શરદી-ઉધરસ-તાવ જેવા સામાન્ય લક્ષણો હોય તો પણ કોરોના ટેસ્ટ કરાવી લેવા ખાસ તાકીદ કરવામાં આવી છે. ખાસ કરીને ગંભીર માંદગી ધરાવતા દર્દીઓ, વૃધ્ધ નાગરિકો તથા બાળકોની ખાસ કાળજી લેવા સલાહ આપવામાં આવી છે. દેશમાં અત્યારે કોવિડના દૈનિક 158 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે એટલે હાલ ગભરાટ જેવું નથી. જેટલા પોઝિટિવ કેસો નોંધાઈ છે તેનું જીમોન સિક્વનસિંગ કરાવવાના પણ કેન્દ્ર સરકારે આદેશ આપ્યા છે. વિવિધ રાજ્યો પાસેથી રીપોર્ટ મંગાવવામાં આવ્યા છે એટલે વાયરસનો પ્રકાર જાણી શકાશે.દેશભરના તમામ રાજ્યોએ તાકીદના ધોરણે કોરોનાની સમીક્ષા શરૂ કરી દીધી છે.

Read About Weather here

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે ઈમરજન્સી બેઠક બોલાવી છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ખાસ બેઠક યોજી છે. તેમણે વિદેશથી આવતા મુસાફરોની તપાસ કરવા આદેશ આપ્યો છે. કર્ણાટક સરકાર સમીક્ષા કરી રહી છે. ઉત્તરાખંડ સરકાર પણ એલર્ટ થઇ ગઈ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આજે બપોરે કેબિનેટની બેઠક બોલાવી છે.કોરોનાની રસી બનાવનાર ઉત્પાદક સીરમ ઇન્સ્ટીટયુટના વડા અદાર પુનાવાલાએ જણાવ્યું હતું કે, હાલ ભારતમાં લોકોએ ડરવાની જરૂર નથી. પણ લોકોએ સરકારની સુચનાઓનું પાલન કરવું જોઈએ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here