કોરોના સામે સતત લડાઈ લડવી પડશે: ડો.માંડવીયા

કોરોના સામે સતત લડાઈ લડવી પડશે: ડો.માંડવીયા
કોરોના સામે સતત લડાઈ લડવી પડશે: ડો.માંડવીયા
કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો.મનસુખ માંડવીયાએ અનેક દેશોમાં અસર કરતા કોરોના સામે સરકાર સતર્ક હોવાની આજે દેશને ખાતરી આપી હતી અને જણાવ્યું હતું કે, કોરોના સામે સતત લડાઈ લડવી પડશે કેમકે દુશ્મન વાયરસ વારંવાર રૂપ બદલી રહ્યો છે. રસીના પ્રિકોશન ડોઝ વધારવા અને તમામ પ્રોટોકોલનું પાલન કરવા આરોગ્યમંત્રીએ દેશવાસીઓને અનુરોધ કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

લોકસભામાં વિપક્ષના દેકારા વચ્ચે દેશની કોરોના સ્થિતિ પર નિવેદન આપતા માંડવીયાએ જણાવ્યું હતું કે, વાયરસના બદલાયેલા સ્વરૂપથી પડકાર વધ્યો છે. નવું જોખમ ઉભું થયું છે. જેવી અસર અનેક દેશોમાં થઇ રહી છે. છેલ્લા એક વર્ષમાં ભારતમાં કોવિડના કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. હાલ દરરોજ 153 કેસ નોંધાઈ છે તેની સામે વિશ્ર્વમાં દરરોજ 5.87 લાખ કેસો નોંધાઈ રહ્યા છે. આપણે સતર્ક છીએ.

આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અમે કોરોના મહામારી અંગે મેનેજમેન્ટ કર્યું છે. નવા સ્વરૂપથી પડકાર વધ્યો છે એટલે દરેક પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે. વિશ્ર્વની કોરોના પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. કોવિડ કાબુમાં લેવા રાજ્યોને જીનોમ સિક્વનસિંગની સલાહ આપવામાં આવી છે.

Read About Weather here

દરમ્યાન ઇન્ડિયન મેડિકલ એસોસિએશન માને છે કે, દેશમાં લોકડાઉન આવશે નહીં. કારણ કે, 95 ટકા લોકોને રસી અપાઈ ગઈ છે. વળી ભારતીય લોકોની રોગપ્રતિકારક શક્તિ ચીનના લોકો કરતા ઘણી વધુ મજબુત છે. સંસદમાં આજે લોકસભાના સ્પીકર ઓમ બિરલા તથા રાજયસભાના ચેરમેન જગદીપ ધનખડ તથા કેટલાક સાંસદો માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here