ઈન્ડોનેશિયામાં સોમવારે આવેલા ભૂકંપમાં 162 લોકોના મોત થયા છે. 700થી વધુ લોકો ઘાયલ થયા છે. રાજધાની જકાર્તા સહિત આસપાસના વિસ્તારમાં લોકો ગભરાઈને બહાર આવી ગયા હતા. ઈમારતોને ખાલી કરાવવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
મીડિયા રિપોર્ટ અનુસાર, ભૂકંપની તીવ્રતા 5.6 હતી અને કેન્દ્ર જાવાના સિયાંજપુરમાં હતું. એક અધિકારીએ કહ્યું કે, એક હોસ્પિટલમાં 20 લોકોના મોત થયા છે. મોતન આંકડા વધવાની આશંકા વર્તાઈ રહી છે.
સોશિયલ મીડિયામાં ભૂકંપના કેટલાક વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે. તેમાં તૂટેલી ઈમારતો, કાટમાળ અને ક્ષતિગ્રસ્ત ગાડીઓ દેખાઈ રહી છે. એક અધિકારીએ કહ્યું કે, અમે લોકોને અપીલ કરી રહ્યા છે કે, તેઓ પોતાની ઈમારતોથી બહાર રહે, કારણકે આફ્ટરશોક્સની આશંકા છે. રાજધાની જકાર્તામાં એમ્બ્યુલન્સના અવાજ સતત સંભળાઈ રહ્યા છે.
Read About Weather here
27 કરોડની વસતિ ધરાવતા ઈન્ડોનેશિયામાં અવારનવાર ભૂકંપ આવે છે. આનું કારણ છે કે તે ‘રિંગ ઓફ ફાયર’માં આવે છે. ત્યાં ઘણા નાના-મોટા જ્વાળામુખી છે. ભૂકંપ પછી ત્સુનામીનું પણ જોખમ છે. છેલ્લા ઘણા વર્ષોમાં કુદરતી આપત્તિઓનો સામનો કરવા મોટા સ્તરે તૈયારીઓ કરવામાં આવી રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here