‘છેલ્લો શૉ’ ફિલ્મ હવે નેટફ્લિક્સ પર ઓનલાઇન રિલીઝ થશે!

'છેલ્લો શૉ' ફિલ્મ હવે નેટફ્લિક્સ પર ઓનલાઇન રિલીઝ થશે!
'છેલ્લો શૉ' ફિલ્મ હવે નેટફ્લિક્સ પર ઓનલાઇન રિલીઝ થશે!
પાન નલિનની ગુજરાતી ફિલ્મ ‘લાસ્ટ શૉ’ (છેલ્લો શૉ) ડિજિટલ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મને ભારતની ઑફિશિયલ એન્ટ્રી તરીકે 95મા ઓસ્કર અવૉર્ડમાં પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મે અત્યાર સુધી વિવિધ ઇન્ટરનેશનલ અવૉર્ડ જીત્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

આ ફિલ્મે હાલમાં જ લોસ એન્જલસમાં યોજાયેલા એશિયન વર્લ્ડ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ફિલ્મનો અવૉર્ડ જીત્યો હતો. આ ફિલ્મ 25 નવેમ્બરના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. આ ફિલ્મ 14 ઓક્ટોબરે ભારતભરના થિયેટરમાં રિલીઝ થઈ હતી. હવે તે ડિજિટલ પ્લેટફોર્મ પર જોવા મળશે.વર્ષ 2021માં બનેલી ‘છેલ્લો શૉ’ ફિલ્મ દોઢ કલાકની છે અને માત્ર ગુજરાતી ભાષામાં જ બની છે.

ડિરેક્ટર નલિન પાનના જીવન સાથે વણાયેલી કહાની દર્શાવવાનો બખૂબી પ્રયાસ કરવામાં આવ્યો છે. નવ વર્ષના ટેણીયા ‘સમય’ ભાવિન રબારીની 35 MM સિંગલ સ્ક્રીન સિનેમા પ્રત્યેની હમદર્દી અને સિનેમા પ્રોજેક્ટર લીડનો રોલ કરતા ફઝલ નામના મિત્ર અને અન્ય બાળ મિત્રો વચ્ચેની કહાની છે. મનોરંજક અને લાગણી સાથેની પટકથા આ ફિલ્મના મુખ્ય અંગ છે.

Read About Weather here

‘મલ્ટિપ્લેક્સ સિનેમાના આગમનના પગલે સિંગલ સ્ક્રીન સિનેમાનુ પતન’ – એ આ ફિલ્મનો મુખ્ય થીમ છે અને આ બંને સિનેમા વચ્ચે ‘સમય’ના જીવન પર ખાસી અસર પાડતું દર્શાવવામાં આવ્યું છે. મુખ્ય પાત્ર સમયના રોલમાં જામનગર નજીકના વસઈ ગામનો બાળ કલાકાર છે. આ બાળકનું નામ છે ભાવિન આલાભાઈ રબારી, રાવલસર વાડી શાળામાં ધોરણ આઠમા અભ્યાસ કરતો આ બાળ કલાકાર ગઈકાલ સુધી ક્યાંય પિક્ચરમાં નહોતો, પરંતુ હવે તે વિશ્વ સ્તરે ચમકી ચુક્યો છે. આ ફિલ્મમાં ભાવિન રબારીની સાથે જામનગરના અન્ય બાળકોએ પણ કામ કર્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here