3 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ
સુરત શહેર સહિત જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. આજે વહેલી સવારથી જ સુરત શહેરમાં મેઘ મહેર શરૂ થઈ ગઈ હતી. છેલ્લા બે ત્રણ દિવસથી ભારે ઉકળાટને લીધે લોકો ત્રસ્ત થઈ ગયા છે. જોકે, આજે વહેલી સવારથી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
સુરત શહેરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. શહેરના વાતાવરણમાં આજે અચાનક જ પલટો આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ તો કેટલાક વિસ્તારોમાં નોંધનીય વરસાદ વરસ્યો છે. વરાછા એ ઝોનમાં ધોધમાર વરસાદ થતાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
Visit Saurashtra Kranti Homepage here
વરાછા,પાલ,લીમ્બાયત રાંદેર, રિંગરોડ સહિતના વિસ્તારોમાં પણ વહેલી સવારથી જ વરસાદની હેલી જોવા મળી હતી.
સુરત સહિત સમગ્ર જિલ્લામાં મેઘમહર જોવા મળી રહી છે. મહુવામાં સવારે 6 વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો. 10 વાગ્યા સુધીમાં મહુવામાં અને માંડવી તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ઉમરપાડામાં વરસાદ ખાબક્યો હતો.
Read About Weather here
સુરત શહેરમાં હજી પણ આકાશકાળા ડિબાગાળાઓથી ઘેરાયેલું દેખાઈ રહ્યું છે. અત્યારની સ્થિતિ જોતા દિવસભર વરસાદી માહોલ શહેરમાં જોવા મળશે તેવું લાગી રહ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here