9/11નો હુમલો માનવતા પર પ્રહાર હતો: વડાપ્રધાન

9/11નો હુમલો માનવતા પર પ્રહાર હતો: વડાપ્રધાન
9/11નો હુમલો માનવતા પર પ્રહાર હતો: વડાપ્રધાન

આજના દિવસે જ શિકાગોમાં સ્વામી વિવેકાનંદે વિશ્ર્વને માનવતાના મુલ્યો યાદ કરાવ્યા: અમદાવાદમાં પાટીદાર સમાજ નિર્મિત સરદાર ધામનું ઇ-લોકાર્પણ અને કન્યા છાત્રાલયનું ભૂમિ પૂજન કરતા વડાપ્રધાન: આજનું શિક્ષણ કૌશલ્ય વધારનાર હોવું જોઇએ, હોસ્ટેલ અને લાયબ્રેરીથી પાટીદાર સમાજના દીકરા-દીકરીઓ સશકત બનશે
ઇ-લોકાર્પણ કરતા સમયે વડાપ્રધાને ગુજરાતની પ્રશંસા કરી, સહકારથી સફળતાની રૂપરેખા આપણને ગુજરાતે આપી: અમદાવાદમાં પાટીદાર સમાજ દ્વારા રૂ.200 કરોડના ખર્ચે સરદાર ધામનું નિર્માણ: સરદાર ધામ ભવન-2 અને ક્ધયા છાત્રાલયનું મોદીના હસ્તે વીડિયોથી ભૂમિપૂજન

અમદાવાદમાં પાટીદાર સમાજ દ્વારા નિર્માણ પામેલા અને આકાર પામનારા વિશાળકાય શૈક્ષણિક અને સાંસ્કૃતિક હબનું ઇ-લોકાર્પણ તથા ઇ-ભૂમિપૂજન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આજનું આપણું શિક્ષણ કૌશલ્ય વધારનાર હોવું જોઇએ. આજે 9/11નાં દિવસે અમેરીકા પરનાં આતંકી હુમલા અને આજનાં જ દિવસે દાયકાઓ અગાઉ અમેરીકામાં સ્વામી વિવેકાનંદે ધર્મ સભામાં આપેલા સમભાષણને વડાપ્રધાને યાદ કર્યા હતા.

Read Local News / Articles : Saurashtra , Gujarat

અમદાવાદમાં વૈષ્ણવદેવી સર્કલ પાસે પાટીદાર સમાજ દ્વારા રૂ.200 કરોડના ખર્ચે સરદાર ધામનું નિર્માણ કરવામાં આવ્યું છે. હવે સરદાર ધામ ભવન-2 અને વિશાળકાય ક્ધયા છાત્રાલયનું નિર્માણ થનાર છે. વડાપ્રધાન મોદીના હસ્તે સરદાર ધામનું ઇ-લોકાર્પણ થયું હતું અને ફેઝ-2 ભવન તથા ક્ધયાછાત્રાલયનું ઇ-ભૂમિપૂજન થયું હતું.

આ પ્રસંગે બોલતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, 9/11નો હુમલો માનવતા પર પ્રહાર હતો. વાસ્તવમાં તમામ ત્રાસદીઓનો ઉકેલ માનવીય મુલ્ય થકી જ થઇ શકે છે. આજના દિવસે એટલે કે 9/11ના રોજ શિકાગોમાં ખાસ ધર્મ સભામાં સ્વામી વિવેકાનંદજીએ વિશ્ર્વને માનવતાનાં મુલ્યો યાદ કરાવ્યા હતા. માનવતાનાં મુલ્યોથી જ તમામ પ્રકારના ત્રાસવાદનું સમાધાન થઇ શકે છે.

સહુનો પ્રયાસ મંત્ર સાથે આગળ વધવાની સંકલ્પ બધ્ધતા વ્યકત કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, સહકાર થકી સફળતાની રૂપરેખા ગુજરાતે જ આપણને આપી છે. ખેડૂતોના હિતમાં સરકારે ખાસ સહકાર મંત્રાલયની રચના કરી છે. સહુનો સાથ એ મંત્ર લઇને આપણે આગળ વધવાનું છે. ગ્લોબર લીડર તરીકે આજે ભારતે વિશ્ર્વને સર્વશ્રેષ્ઠ આપવાનું રહે છે. તેમણે જણાવ્યું હતું કે, આજનું શિક્ષણ કૌશલ્ય વધારનાર હોવું જોઇએ. તેમણે પ્રારંભમાં જ જણાવ્યું હતું કે, સરદાર સાહેબના ચરણોમાં હું પ્રણામ કરૂ છું.

Read About Weather here

પાટીદાર સમાજ દ્વારા નિર્માણ કરવામાં આવી રહેલા હોસ્ટેલ અને લાઇબ્રેરીથી યુવાનો વધુ સશકત બનશે. હોસ્ટેલથી દીકરીઓને વધુ સુવિધાઓ પ્રાપ્ત થશે. પ્રવચનના પ્રારંભે તેમણે કહયું હતું કે, દરેક શુભ કાર્યના પ્રારંભે આપણે ગણેશ પુજન કરીએ આ આપણી પરંપરા છે. તેમણે ગણેશ ચર્તુથી અને ઋષી પંચમીની શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાને સહુને મીચ્છામી ડુક્કદમ પણ કહયા છે. આ પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સમાજ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણનો સંકલ્પ શાકાર કરવામાં આવી રહયો છે. ગુજરાતમાં આજે સોડેકળાએ વિકાસ ખીલી ઉઠયો છે. ઇ-લોકાર્પણ અને વર્ચ્યુઅલ ભૂમીપૂજન નીમીતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ના.મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ ખાસ ઉપસ્થિત રહયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here