2020-21ના નાણાં વર્ષમાં 1.55 લાખથી વધુ કંપનીઓનું રજિસ્ટ્રેશન

2020-21-New Companies
2020-21-New Companies

નાણાકીય વર્ષ 2020-21માં ૪૨,૧૮૬ લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશીપ (એલએલપી) ની રચના કરવામાં આવી છે

Subscribe Saurashtra Kranti here

વર્ષ 2020-21માં દેશમાં ૧.૫૫ લાખથી વધુ નવી કંપનીઓ અસ્તિત્વમાં આવી છે એટલે કે કુલ આટલી કંપનીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ સંખ્યા અગાઉના વર્ષમાં ૨૭ ટકાનો નોંધપાત્ર વધારો દર્શાવે છે. પાછલા નાણાકીય વર્ષમાં કોરોનો વાયરસ રોગચાળાએ આર્થિક પ્રવૃત્તિને ભારે અસર કરી હતી. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ૪૨,૧૮૬ લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશીપ (એલએલપી) ની રચના કરવામાં આવી છે.

આ આંકડો એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની તુલનામાં લગભગ ૧૭ ટકાનો વધારો દર્શાવે છે. કોર્પોરેટ બાબતોના મંત્રાલયે ગુરુવારે જાહેર કરેલી એક નિવેદનમાં જણાવ્યું છે કે કોવિડ -૧૯ રોગચાળાને કારણે દેશ સામે આવેલ અભૂતપૂર્વ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ વધારો નોંધપાત્ર છે. મંત્રાલય કંપનીએક્ટ અને એલએલપી એક્ટ લાગુ કરે છે.

Read About Weather here

કોર્પોરેટ અફેર્સ મંત્રાલયે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ૧.૫૫ લાખથી વધુ કંપનીઓની નોંધણી કરી હતી, જેની સરખામણીએ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન ૧.૨૨ લાખ કંપનીઓ હતી, જે લગભગ ૨૭ ટકાનો વધારો દર્શાવે છે. નિવેદન અનુસાર નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં ૪૨,૧૮૬ એલએલપીની રચના કરવામાં આવી હતી, જે અગાઉ ૩૬,૧૭૬ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here