હરિદ્વાર કુંભમાં કોરોનાના નિયમોની ઐસી કી તૈસી!

હરિદ્વાર કુંભ
હરિદ્વાર કુંભ

હરિદ્વાર કુંભમાં શાહી સ્નાનના એક દિવસ પહેલા ઉત્તરાખંડમાં કોરોનાના ભયાનક આંકડા સામે આવ્યા છે

Subscribe Saurashtra Kranti here

હરિદ્વાર મહાકુંભમાં આજે બીજું શાહી સ્નાન હતું. સોમવતી અમાસના દિવસે શાહી સ્નાનમાં તમામ અખાડાના સાધુ-સંત આસ્થાની ડૂબકી લગાવી રહૃાાં છે. હજારોની સંખ્યામાં સામાન્ય લોકોની ભીડ પણ ડૂબકી લગાવી રહી છે. નેપાળના અંતિમ રાજા જ્ઞાનેન્દ્ર વીર સિંહ પણ હરિદ્વાર પહોંચ્યા છે. શાહી સ્નાન દરમ્યાન કોરોનાના નિયમોની ઐસી કી તૈસી જોવા મળી. કેટલાંય સાધુઓ કોરોના પોઝિટિવ મળ્યા છે. તેમ છતાંય કોરોના નિયમોનું પાલન કરાવામાં ઉત્તરાખંડ પોલીસ નિરાધાર દેખાય રહી છે.

ભીડ હોવાના કારણે ઘણી જગ્યાઓ પર કોરોના પ્રોટોકોલના નિયમ પણ તૂટતા નજરે આવી રહૃાાં છે. સોશિયલ ડિસ્ટેસિંગનું પાલન નથી થઇ રહૃાું અને કોઇ માસ્ક સાથે જોવા નથી મળી રહૃાુ. કુંભ મેળા આઇજી સંજય ગુંજ્યાલનું કહેવું છે કે શાહી સ્નાનમાં સૌથી પહેલા અખાડાને મંજૂરી આપવામાં આવી, તે બાદ ૭ વાગ્યાથી સામાન્ય લોકોને શાહી સ્નાન કરવાની મંજૂરી છે.

કુંભ મેળા આઇજી સંજય ગુંજ્યાલે કહૃાું કે, અમે લોકોને સતત કોવિડ નિયમોનું પાલન કરવાની અપીલ કરી રહૃાાં છીએ પરંતુ ભારે ભીડના પગલે ચાલાન જારી કરવુ વ્યાવહારિક રૂપે શક્ય નથી. ઘાટ પર સોશિયલ ડિસ્ટેસિંગનું પાલન સુનિશ્ર્વિત કરવુ મુશ્કેલ છે. જો અમે સોશિયલ ડિસ્ટેસિંગનુ પાલન કરાવીશું તો ભાગદોડ મચી જશે.

Read About Weather here

શાહી સ્નાનના એક દિવસ પહેલા ઉત્તરાખંડમાં કોરોનાના ભયાનક આંકડા સામે આવ્યા છે. ગત ૨૪ કલાકમાં ૧૩૩૩ સંક્રમણના નવા કેસ સામે આવ્યા જ્યારે ૮ લોકોના મોત નિપજ્યા. સાથે જ દહેરાદૃૂનમાં ૫૮૨, હરિદ્વારમાં ૩૮૬, નૈનીતાલમાં ૧૨૨ કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. હર કી પૌડી પર રવિવારે સ્થાનિક પરીક્ષણ દરમિયાન નવ લોકો કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here