વિધાનસભા ચૂંટણીઓમાં બપોર સુધીમાં બંગાળમાં 24.61 ટકા અને આસામમાં 24.48 ટકા મતદાન

બંગાળ-કાર-હુમલો
બંગાળ-કાર-હુમલો

Subscribe Saurashtra Kranti here

પ્રતિષ્ઠાનો જંગ શરૂ, બંગાળ અને આસામમાં પ્રથમ ચરણનું મતદાન

બન્ને રાજયોના યુવાનોને વધુમાં વધુ સંખ્યામાં મત આપવા વડાપ્રધાન મોદીની ઢાકાથી અપીલ, એક સ્થળે મમતાના હરીફ સુભેંદુ અધિકારીના ભાઇની કાર પર હુમલો

ભાજપ, કોંગ્રેસ અને ટીએમસી તથા એમના સહયોગી પક્ષો માટે ખુબ પ્રતિષ્ઠાનો જંગ બનેલી પ્રશ્ર્ચિમ બંગાળ અને આસામ વિધાનસભાઓની ચૂંટણીઓના પ્રથમ ચરણનું મતદાન સવારથી શરૂ થઇ ગયું હતું. આ લખાય છે ત્યારે બપોર સુધીમાં બંગાળમાં 24.61 ટકા અને આસામમાં 24.48 ટકા જેવું મતદાન થયાનું નોંધાયું હતું. બપોર સુધીમાં એકાદ ઘટના સીવાય મોટા ભાગે શાંતીપુર્ણ મતદાન થયું હતું. પહેલા તબક્કાની ચૂંટણીઓમાં આજે આસામની 47 બેઠકો અને બંગાળની 30 બેઠકો માટે મતદાન થઇ રહયું છે. બાંગ્લાદેશની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બન્ને રાજયોના મતદારો અને ખાસ કરીને યુવાનોને મત આપવા માટે મોટી સંખ્યામાં બહાર નીકળવા ઢાકાથી અપીલ કરી હતી.

બંગાળના કાંથી વિસ્તારમાં ભાજપના નેતા સોવેદુ અધિકારીની કાર પર હુમલો થયાનો ભાજપે આક્ષેપ કર્યો હતો. હુમલામાં સોવેદુને કોઇ ઇજા થઇ નથી. પણ એમના ડ્રાઇવરને માર મારવામાં આવ્યો છે.દરમ્યાન ટીએમસીના સાંસદ ડેરેક ઓબરાયને ચૂંટણી પંચને લેખીત ફરીયાદ કરી છે કે, કાંથી ઉત્તર અને દક્ષિણ બેઠકો પર સવારે અનુક્રમે 18.95 ટકા અને 18.47 ટકા મતદાન થયું હતું. એ આંકડા 4 મીનીટમાં ઘટી ગયા હતા. બંગાળના પૂર્વ મીધનાપુરમાં પોલીસ પર હુમલાની ઘટના બની હતી.

Read About Weather here

એક સ્થળે માર્કસવાદી ઉમેદવાર સુશાંત ધોષ પર ટીએમસી કાર્યકરોએ હુમલો કર્યો હતો. બંગળમાં જે 30 બેઠકો પર મતદાન થઇ રહયું છે. એમાંથી 26 ગયા વખતે ટીએમસીને મળી હતી. બન્ને રાજયોમાં જંગી સંખ્યામાં સસ્ત્રો દળો ઉતારી દેવામાં આવ્યા છે. કુલ 73 હજાર પોલીસ કર્મીઓને ઉતારી દેવામાં આવ્યા છે. આસામમાં 47 બેઠકો માટે આજે મતદાન છે. આજે મુખ્યમંત્રી સર્વાનંદ સોનવાલ અને કોંગ્રેસના પૂર્વ મંત્રી રાજીવ લોચનનું ભાવી નક્કી થશે. સ્પીકર હિતેન્દ્રનાથ ગોસ્વામી જોરહાર્ટથી તો પ્રદેશ કોંગ્રેસના વડા રિપુન બોરા બે જગ્યાએથી ચૂંટણી લડી રહયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here