કચ્છ આવતા ઇઝરાયેલના કાર્ગો શીપ પર મીસાઇલ હુમલો

મીસાઇલ
મીસાઇલ

Subscribe Saurashtra Kranti here

ભારતીય દરીયાઇ સીમામાં ઇઝરાયેલના એક કાર્ગો શીપ પર મીસાઇલથી હુમલો થતા ખળભળાટ મચી ગયો છે

મીસાઇલ હુમલો,

ભારે ખળભળાટ, સહી સલામત જહાજ મુદ્રા બંદરે લાંગર્યુંં, ભારતીય સુરક્ષા એજન્સીઓ એલર્ટ તપાસનો ધમધમાટ શરૂ

ઇરાને હુમલો મધ દરીયે કરાવ્યો હોવાનો ઇઝરાયેલનો આક્ષેપ, ભારતમાં ઇઝરાયેલને ટાર્ગેટ બનાવતી ટૂંકાગાળામાં બીજી ઘટના

ભારતમાં ઇઝરાયેલની મીલકતો અને એલચી કચેરીને નીશાન બનાવવાના પ્રયાસ રૂપે બીજી એક ચોકાવી દેનારી અને સનસનાટી ભરી ઘટનામાં ભારતીય દરીયાઇ સીમામાં ઇઝરાયેલના એક કાર્ગો શીપ પર મીસાઇલથી હુમલો થતા ખળભળાટ મચી ગયો છે. તાનઝાનીયાથી ભારતના કચ્છ બંદર તરફ આવી રહેલા ઇઝરાયેલી શીપ પર મધ દરીયે મીસાઇલથી હુમલો થયાનું સુરક્ષા એજન્સીઓ દ્વારા આજે જાહેર કરવામાં આવ્યું હતું.

આ ઘટનાને પગલે તમામ ભારતીય સુરક્ષા એજન્સીઓ એકદમ એલર્ટ થઇ ગઇ છે અને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. જો કે આ જાહાજને હુમલામાં બહુ મોટું નુકશાન થયું નથી કે કોઇ જાનહાની થઇ નથી. પરંતુ મધ દરીયે હુમલો થયો હોવાથી ભારતના કાઠા પર અફરા તરફરી મચી ગઇ હતી. વહાણ જો કે સહીસલામત મુદ્રા બંદરે આવી પહોંચ્યું હતું. સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે.

આ હુમલો ઇરાને કરાવ્યો હોવાનો ઇઝરાયેલ સરકારે આક્ષેપ કર્યો છે. અલબત ઇરાન તરફથી હજુ કોઇ પ્રતિભાવ આવ્યો નથી. ઇઝરાયેલનું કાર્ગો વહાણ કચ્છ પહોંચી ગયું છે. આ વાહણ પર એકથી વધુ મીસાઇ છોડીવામાં આવ્યાની શકયતા ભારતીય તપાસનીસ અધિકારીઓએ વ્યકત કરી હતી.

હજુ થોડ દિવસ પહેલા પાટ નગર નવી દિલ્હી ખાતે અતિ સુરક્ષીત એવા વીવીઆઇપી વિસ્તારમાં આવેલી ઇઝરાયેલના દુતાવાસની બહાર ભેદી ઘડાકો કરવામાં આવ્યો હતો.ુ તેની તપાસ હજુ ચાલી રહી છે. હજુ કોઇની ધરપકડ થઇ નથી એ હુમલો પણ ઇરાને કરાવ્યો હતો એવું ઇઝરાયેલનું માનવુ છે.આ બન્ને ઘટનાઓની ભારત સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે.

Read About Weather here

છેલ્લા કેટલાક વર્ષોથી અને ખાસ કરીને મોદી સરકાર કેન્દ્રમાં આવ્યા બાદ ઇઝરાયેલ સાથેના સંબંધોમાં દિવસે દિવસે સુધારો થતો ગયો છે અને મોદી તથા ઇઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહુ વચ્ચેની ગાંઠ મૈત્રી વિશ્ર્વાના રાજદ્વારી સર્કલમાં જાણીતી છે. સુરક્ષા નિષ્ણાંતો એવું મુલ્યાંકન કરી રહયા છે કે, ભારતના યહુદી દેશ સાથેના સંબંધો બગડી જાય અને ખટાશ ઉભી થાય એવું કોઇ આંતરરાષ્ટ્રીય કાવતરૂ છે જેના ભાગ રૂપે ઇઝરાયેલને ટારગેટ બનાવી હુમલા કરવામાં આવી રહયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here