નાઇટ કફર્યુ અને આંશિક લોકડાઉનથી સંક્રમણ નહીં ઘટે : હર્ષવર્ધન

ગુજરાત
ગુજરાત

Subscribe Saurashtra Kranti here

રસીકરણ અને જાહેર આરોગ્યના પગલાને કારણે જ સંક્રમણની બીજી લહેરને ધીમી પાડી શકાશે

રસીકરણની ઝુંબેશ અને જાહેર આરોગ્યના પગલાથી જ મહામારી કાબુમાં આવે, કેન્દ્રના આરોગ્ય પ્રધાનના નિવેદનથી જાગી ઉઠતી ચર્ચા

કોરોના મહામારીનું સંક્રમણ વધતુ જતું હોવાની અનેક રાજયો નાઇટ કફર્યુ અને આંશિક લોકડાઉનના પગલા લઇ રહયા છે. ત્યારે કેન્દ્રના આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધન કઇક જુદો અભીપ્રાય ધરાવે છે. ડો. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ અટકાવવામાં નાઇટ કફર્યુ તથા આંશિક લોકડાઉનની ધારી અસર થશે નહીં. માત્ર રસીકરણ અને જાહેર આરોગ્યના પગલાને કારણે જ સંક્રમણની બીજી લહેરને ધીમી પાડી શકાશે.

પાટનગરમાં એક આર્થીક પરિશકને સંબંધોન કરતા કેન્દ્રના આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણને દબાવવાનું એક મહત્વનું બિન-વૈદકીય પગલું એ બે વ્યકિત વચ્ચે અંતર જાળવવાનું છે. એ જોતા લોકડાઉન કે નાઇટ કફર્યુથી સંક્રમણ અટકાવી શકાય તેમ લાગતું નથી. તેમણે કહયું હતું કે, સરકાર વેક્સિનેશનનો વ્યાપ વધારતી જશે. રસીકરણની પાત્રકા માટેની વય મર્યાદામાં તબક્કાવાર ઘટાડો કરીને રસીકરણ વ્યાપક બનાવશું. જે લોકોને ચેપ લાગવાની વધુમાં વધુ બીક છે એવા લોકોને પ્રાધાન્ય આપવું જોઇએ. એ માટે સરકાર રસીકરણના છત્ર હેઠળ સમાજના વિવિધ વર્ગોને સામેલ કરવા વિવિધ માપદંડોનું સતત મુલ્યાંકન કરતી રહે છે.

મહામારી શરૂ થઇ ત્યારથી જ આપણો અભીગમ વૈજ્ઞાનીક રહયો છે. મહામારી સમયના નિર્ણય લેતી વખતે આપણે હંમેશા વૈણાનીક પુરાવા ધ્યાનમાં લીધા છે એટલે આપણા પ્રયાસોની વિશ્ર્વભરમાં પ્રશંસા થઇ છે. વાયરસમાં કોઇ પણ પરીવર્તન આવે તેનું પણ આપણે જીનોમ પધ્ધતીથી ટ્રેકીંગ કરતા રહીએ છીએ.

Read About Weather here

તેમણે કહયું કે, આવી મહામારી ઉછાળો લેતી જ હોય છે. યુરોપ અને અમેરીકામાં પણ બીજી લહેર આવી છે. એટલે આપણા સાવચેતી અને તકેદારીના પુરા પ્રયાસો છતાં બીજી લહેર આવવાનું અનીવાર્ય જ હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here