વિદેશમાં નોન વેજના સ્થાને વેજ…!!

વિદેશમાં નોન વેજના સ્થાને વેજ...!!
વિદેશમાં નોન વેજના સ્થાને વેજ...!!

આ અનોખા શાકાહારી ટ્રેન્ડને ૫-૨ નામ આપવામાં આવ્યું છે

 પેકેડ ફૂડના સ્થાને ઘરે તૈયાર કરેલા ખોરાકમાં વધારે રસ પડે છે

યૂરોપ અને અમેરિકાના દેશોમાં નોન વેજના સ્થાને વેજનો પ્રચાર વધી રહયો છે ત્યારે બ્રિટનમાં શાકાહારી (વેજ) ભોજન માટે એક નવો જ ટ્રેન્ડ શરુ થયો હોવાનું જાણવા મળે છે. આમ તો આ એક ડાયટ પ્રોગ્રામ છે જેનું નામ ૫- ૨ છે.

આનો અર્થ સપ્તાહના પાંચ દિવસ શાકાહારી ભોજન અને માત્ર બે દિવસ માંસાહાર એવો થાય છે. એવા લોકોની સંખ્યા સતત વધતી જાય છે જે શનિ-રવીને બાદ કરતા તમામ દિવસોમાં શાહાકારી બની રહયા છે એટલું જ નહી પેકેડ ફૂડના સ્થાને દ્યરે તૈયાર કરેલા ખોરાકમાં વધારે રસ પડવા લાગ્યો છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

આ માહિતી સુપર માર્કેટ સ્ટોર વેટરોજ દ્વારા ફૂડ એન્ડ ડ્રિક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે તેમાં આપવામાં આવી છે. એવી કેટલીક વસ્તુઓ છે.

 જેનું વેચાણ વધ્યું હોય તેમાં શેમ્પઇનનો સમાવેશ થાય છે. તરબૂચ જેવા ફળો અને આઇસ્ક્રિમની ડીશ પણ વધુ ઓર્ડર થાય છે.

ફૂડ ડિલિવરી એપ પર લોકો ઘરે રાંધી શકાય તેવી ચીજ વસ્તુઓ ઓર્ડર કરવા લાગ્યા છે.

માહિતી મુજબ કોરોનાના કારણે બ્રિટીશ લોકોએ લાંબા સમય સુધી દ્યરે રહેવું પડયું હતું. જે લોકો બહારનું ફૂડ ખાવાના રસિયા હતા તે પણ ઘરે રહીને ગુણવત્તાવાળો ખોરાક બનાવતા શીખી ગયા છે.

જેમાંના કેટલાકે પસંદગીની સેન્ડવીચ કે અન્ય ખાધ પદાર્થો બહારથી મંગાવવાનું બંધ કરી દીધું છે. મિત્રો અને ઓળખીતા મળે ત્યારે ઘરે બેઠા જ ખોરાક રાંધીની પાર્ટી ઉજવવાનું પણ વધતું જાય છે.

Read About Weather here

આ ઉપરાંત ચાવલ અને સિરકામાંથી તૈયાર થતી જાપાની વેજ ડીશના વેચાણમાં ૫૪ ટકાનો વધારો થયો છે. શાકભાજી અને ઘરેલુ મસાલાઓની માંગ પણ વધી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here