રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કારનું નામ બદલાયું

રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કારનું નામ બદલાયું
રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કારનું નામ બદલાયું

રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર હવે ‘મેજર ધ્યાનચંદ એવોર્ડ’

દંતકથા રૂપ મહાન હોકી ખેલાડીનું અનોખુ બહુમાન કરતી મોદી સરકાર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે ટ્વીટ કરી એવોર્ડના નવા નામની જાહેરાત કરી

રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર ભારતીય રમતમાં સર્વોચ્ચ અવોર્ડ છે. 1991-92માં સરકારે આ પુરસ્કારની શરૂઆત કરી હતી. એ જીતનાર ખેલાડીને પ્રશસ્તિપત્ર, પુરસ્કાર અને 25 લાખ રૂપિયા આપવામાં આવે છે.

પ્રથમ ખેલ રત્ન અવોર્ડ પ્રથમ ભારતીય ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથન આનંદને આપવામાં આવ્યો હતો. અત્યારસુધીમાં 45 લોકોને આ અવોર્ડ આપવામાં આવ્યો છે. હાલમાં ક્રિકેટર રોહિત શર્મા, પેરાલમ્પિયન હાઇ જમ્પર મરિયપ્પન થંગવેલુ, ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા, કુસ્તીબાજ વિનેશ ફોગાટને આ એવોર્ડ આપવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti https://saurashtrakranti.com/

અત્યાર સુધી 3 ખેલાડીઓએ હોકીમાં ખેલ રત્ન એવોર્ડ મેળવ્યો છે. તેમાં ધનરાજ પિલ્લે (1999/2000), સરદાર સિંહ (2017) અને રાની રામપાલ (2020) નો સમાવેશ થાય છે.

મેજર ધ્યાનચંદનો જન્મ 29 ઓગસ્ટ 1905ના રોજ પ્રયાગરાજમાં થયો હતો. ભારતમાં આ દિવસ નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. તેમની આત્મકથાનું નામ પગોલથ છે. ધ્યાનચંદ માત્ર 16 વર્ષની ઉંમરે ભારતીય સેનામાં જોડાયા હતા .

તેનું સાચું નામ ધ્યાનસિંહ હતું. તે ફરજ બાદ ચાંદની રોશનીમાં હોકી પ્રેક્ટિસ કરતા હતા, તેથી તે ધ્યાનચંદ તરીકે ઓળખાવા લાગ્યા હતા. ધ્યાનચંદે 1926 થી 1949 સુધી 185 આંતરરાષ્ટ્રીય મેચોમાં 400 ગોલ કર્યા હતા.

Read About Weather https://mausam.imd.gov.in/

તેની રમતને કારણે ભારતે 1928, 1932 અને 1936 ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. તેણે 1928 એમ્સ્ટર્ડમ ઓલિમ્પિકમાં 14 ગોલ કર્યા હતા. ત્યારે એક સ્થાનિક અખબારે લખ્યું હતું કે, તે હોકી નહીં, જાદુ હતો અને ધ્યાનચંદ હોકીના જાદુગર છે. ત્યારથી તેઓ હોકીના જાદુગર તરીકે ઓળખાવા લાગ્યા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here