રાજસ્થાનમાં પાંચ સગીર વિદ્યાર્થીનીઓ પર ગેંગરેપ

રાજસ્થાનમાં પાંચ સગીર વિદ્યાર્થીનીઓ પર ગેંગરેપ
રાજસ્થાનમાં પાંચ સગીર વિદ્યાર્થીનીઓ પર ગેંગરેપ

ધૃણાસ્પદ ઘટના બદલ શાળાનાં આખા સ્ટાફ વિરૂધ્ધ એફઆઈઆર: મુખ્યમંત્રી અશોક ગહેલોતનું રાજીનામું માંગતા વિપક્ષો

રાજસ્થાનનાં અલવર જિલ્લામાં આવેલા ભીવાડીનગરની એક સરકારી શાળામાં પાંચ સગીર વયની દલિત વિદ્યાર્થીનીઓ પર શિક્ષકો સહિત આખા સ્ટાફે ગેંગરેપ કર્યાની ઘટનાથી સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. શાળાનાં આખા સ્ટાફ એટલે કે 15 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વિરોધ પક્ષોએ મુખ્યમંત્રી અશોક ગહેલોતનાં તત્કાલ રાજીનામાની માંગણી કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

ભીવાડીનાં પોલીસ વડા રામમૂર્તિ જોષીએ જણાવ્યું હતું કે, સગીર બાળાઓનાં પરિવારજનોએ શાળાનાં 15 વ્યક્તિઓનાં સ્ટાફ વિરૂધ્ધ મંગળવારે રાત્રે જ ગેંગરેપની ફરિયાદ દાખલ કરી હતી. પાંચેય વિદ્યાર્થીઓ દલિત હોવાથી રાજ્યભરમાં ભારે હોબાળો મચી ગયો છે. તપાસ માટે સીટની રચના કરવામાં આવી છે.

આ શાળામાં ગયા વર્ષે પણ વિદ્યાર્થીનીની શારીરિક પજવણી બદલ એક શિક્ષણ સામે ફરિયાદ દાખલ થઇ હતી. અત્યારે એ શિક્ષક જેલમાં છે અને તેની સામેનો કેસ ચાલી રહ્યો છે. હમણાં જ એ જામીન પર છૂટ્યો છે. આશ્ર્વર્યની વાત એ છે કે, શાળાનો કોઈ સ્ટાફ અગાઉ આ શિક્ષક સામે જુબાની આપી ચુક્યો છે. હવે એ સ્ટાફ જ ગેંગરેપમાં સંડોવાયો છે. શાળાનાં તમામ 15 કર્મચારીઓ વિરૂધ્ધ પોક્સો હેઠળ ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Read About Weather here

પ્રદેશ ભાજપનાં પ્રમુખ સતીષ પુનિયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ગહેલોતે રાજીનામુ આપી દેવું જોઈએ. આ કેસમાં કડકમાં કડક પગલા લેવા જોઈએ. રાજસ્થાનમાં મહિલાઓ માટે સુરક્ષિત વાતાવરણ નથી. એ બદલ વિપક્ષોએ કોંગ્રેસ સરકારની ભારે ઝાટકણી કાઢી હતી. અલવર જિલ્લાનાં પોલીસ વડાએ જણાવ્યા મુજબ સગીર બાળાઓનાં ગેંગરેપમાં સામેલ પ્રિન્સીપાલ સહિત તમામ 15 શિક્ષકોની ધરપકડની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બાળાઓએ એવી ફરિયાદ કરી હતી કે મહિલા શિક્ષકોની મદદ લઈને શિક્ષકો દુષ્કર્મ આચરતા હતા.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here