જનરલ બિપીન રાવતના જીવનનું આખરી જાહેર વક્તવ્ય

જનરલ બિપીન રાવતના જીવનનું આખરી જાહેર વક્તવ્ય
જનરલ બિપીન રાવતના જીવનનું આખરી જાહેર વક્તવ્ય

વિશ્વમાં બાયોલોજીકલ યુધ્ધની વધતી સંભાવના, આપણે તૈયાર રહેવું પડે: જનરલની લાલબતી

જો આવું બને તો આપણે અલગ-અલગ વાયરસ અને મહામારીથી બચવાના અત્યારથી ઉપાયો કરવા જરૂરી; બીમસ્ટેકનાં સભ્ય દેશો માટેનાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ કાર્યક્રમમાં સંબોધન

Read National News : Click Here

ભારતીય સેનાની ત્રણેય પાંખનાં વડા જનરલ બિપીન રાવતે એમના જીવનનાં મહત્વનાં આખરી વક્તવ્યમાં દેશને બાયોલોજીકલ યુધ્ધની સંભાવનાઓ સામે સજ્જ અને સતર્ક રહેવા તાકીદ કરી હતી. તેમણે બીમસ્ટેક દેશોનાં ખાસ કાર્યક્રમમાં બોલતા લાલબતી ધરી હતી કે, વિશ્ર્વમાં બાયોલોજીકલ યુધ્ધ થવાની શક્યતાઓ વધતી જાય છે. તેનો સામનો કરવા માટે આપણે તૈયાર રહેવું પડશે. જેથી વાયરસ અને મહામારીનાં આક્રમણથી દેશને બચાવી શકાય.

Read About Weather here

નવી દિલ્હીમાં યોજાયેલા ખાસ ડીઝાસ્ટર મેનેજમેન્ટ કવાયત કાર્યક્રમનો પ્રારંભ કરાવતા જનરલ રાવતે જણાવ્યું હતું કે, વિશ્ર્વમાં જીવાણું યુધ્ધ હવે એક નવા પ્રકારનાં યુધ્ધ તરીકે લડવામાં આવે એવી સંભાવનાઓ છે. એમણે ભારત અને બીમસ્ટેકનાં અન્ય સભ્યદેશો બાંગ્લાદેશ, ભૂતાન, નેપાળ, શ્રીલંકા, મ્યામાર અને થાઈલેન્ડને આવા યુધ્ધનો સામનો કરવા માટે પોતાની જાતને તૈયાર કરવા સૌ દેશોને લાલબતી ધરી હતી. આ કાર્યક્રમમાં દેશના લશ્કરી વડા જનરલ એમ.એમ.નારવણે પણ હાજર રહ્યા હતા. નારવણે એ પણ વાયરસ યુધ્ધ સામે તૈયાર રહેવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. સીડીએસ રાવતે જણાવ્યું હતું કે, કોવિડ મહામારી જેવા કપરા સમયમાં નાગરિકોની મદદ કરવા માટે વિશ્ર્વનાં દેશોનાં તમામ સેનાઓએ ખાસ તૈયારીઓ કરવી જોઈએ અને નાગરિકોની મદદ માટે સજ્જ થવું જોઈએ.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here