ભારતનાં વિખ્યાત શિલ્પકારને બ્રિટનનો સર્વોતમ એવોર્ડ

ભારતનાં વિખ્યાત શિલ્પકારને બ્રિટનનો સર્વોતમ એવોર્ડ
ભારતનાં વિખ્યાત શિલ્પકારને બ્રિટનનો સર્વોતમ એવોર્ડ

સ્થાપત્ય કલામાં શ્રેષ્ઠ કામગીરી બદલ યુ.કેનાં રોયલ ગોલ્ડ મેડલથી બાલકૃષ્ણ દોશીની અનેરૂ બહુવાદ: વડાપ્રધાન મોદી ખૂદ દોશીથી ખૂબ પ્રભાવિત: ગુજરાતનાં શિલ્પકારનો બ્રિટનમાં દબદબો

ભારતનાં વિશ્ર્વ પ્રસિધ્ધ શિલ્પકાર અને દેશભરમાં 100 જેટલા ઉત્તમ બાંધકામ પ્રોજેક્ટનું નિર્માણ કરનાર પ્રસિધ્ધ શિલ્પકાર બાલકૃષ્ણ દોશીને બ્રિટનનાં સર્વોચ્ચ સ્થાપત્ય સન્માનથી રોયલ ગોલ્ડ મેડલથી નવાજેશ કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

અમદાવાદ સ્થિત 94 વર્ષીય બુઝુર્ગ શિલ્પકાર બાલકૃષ્ણ દોશીને રોયલ ઇન્સ્ટીટયુટ ઓફ બ્રિટીશ આર્કિટેક્ટસ દ્વારા રોયલ ગોલ્ડ મેડલ 2022 એનાયત કરવાની ઘોષણા કરવામાં આવી છે. સ્થાપત્ય કલા માટેનું આ વિશ્ર્વનું સૌથી સર્વોચ્ચ બહુમાન ગણાય છે. ખૂદ બ્રિટનની મહારાણી દ્વારા એવોર્ડ માટે નામ પસંદ કરવામાં આવે છે. સ્થાપત્ય કલામાં વિશ્ર્વભરમાં અસર છોડનાર વ્યક્તિને એવોર્ડ આપવામાં આવે છે.

Read About Weather here

સંસ્થાનાં પ્રમુખ સાઈમન ઓલફોર્ડે જણાવ્યું હતું કે, આવતા વર્ષે 2022 માં લંડનમાં એમને એવોર્ડ એનાયત કરવા માટે ખાસ સમારંભ યોજાશે. સાત દાયકાની કારકિર્દી ધરાવતા આ મહાન શિલ્પકારે હેતુપૂર્ણ પ્રોજેક્ટનું નિર્માણ કરીને સ્થાપત્ય ક્ષેત્રમાં આવનારી અનેક પેઢીઓને પ્રેરણા આપી છે. બાલકૃષ્ણ દ્વારા નિર્મિત ઉત્તમ ઈમારતોમાં આઈઆઈએમ બેંગ્લોર, બેંગ્લોર ખાતેનો એમનો સ્ટુડિયો સંગત, અમદાવાદ આર્કિટેક્ચર સ્કૂલ બિલ્ડીંગ, ઇન્દૌરની અરણીય સસ્તા આવાસ યોજના વગેરેનો સમાવેશ થાય છે. આ યોજના માટે એમને 1995 માં આગાખાન એવોર્ડ મળ્યો હતો. દોશીએ પ્રતિક્રિયા આપી હતી કે, હું વિનમ્ર ભાવે એવોર્ડ સ્વીકારું છું. આવું મહાન સન્માન મળતા મને સાહનંદ આશ્ચર્ય થયું છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here