બાળકોનાં ઓનલાઈન ગેમ વ્યસન સામે કેન્દ્રની લાલબતી

બાળકોનાં ઓનલાઈન ગેમ વ્યસન સામે કેન્દ્રની લાલબતી
બાળકોનાં ઓનલાઈન ગેમ વ્યસન સામે કેન્દ્રની લાલબતી

ઈન્ટરનેટ અને મોબાઈલનાં આદિ બનેલા બાળકો: માનસિક સ્વાસ્થ્યને જાળવવા ખાસ એડવાઇઝરી બહાર પાડતું શિક્ષણ મંત્રાલય: મોબાઈલ પર સતત ગેમ રમવાથી બાળકને વ્યસન થઇ જાય છે, ઉપયોગ મર્યાદિત કરવાની સલાહ

કોરોનાકાળમાં શાળાઓ બંધ રહી હોવાથી મોબાઈલ પર ગેમ રમવાની ટેવ હવે આગળ વધીને બાળકોનું વ્યસન બની ગઈ હોવાની શિક્ષણ વિભાગે ચેતવણી ઉચ્ચારી છે અને ગેમ રમવાના વ્યસનથી બાળકને બચાવવા તથા ઉગારવા માટે કેન્દ્રનાં શિક્ષણ મંત્રાલય દ્વારા વાલીઓ માટે ખાસ એડવાઈઝરી જહેર કરવામાં આવી છે. શિક્ષણ ખાતે ચેતવણી ઉચ્ચારી છે કે, ગેમનું વ્યસન બાળકો માટે માનસિક બિમારી બની ગયું છે. એટલે વાલીઓ અને શિક્ષકોએ સુરક્ષિત ઓનલાઈન ગેમ માટે શું કરવું, શું ન કરવું તેની માર્ગદર્શીકા જાહેર કરવામાં આવી છે.

શિક્ષણ મંત્રાલયની યાદીમાં દર્શાવ્યું છે કે, રમતો રમવાથી બાળકને વ્યસન જેવું થઇ જાય છે. આ બિમારીને ગેમીંગ ડીસઓર્ડર નામ આપવામાં આવ્યું છે. કોઈ મર્યાદા ન હોવાથી ગેમ રમવાનું વ્યસન થઇ જાય છે.

Visit Saurashtra Kranti Homepage here

શિક્ષણ મંત્રાલયની એડવાઈઝરી જણાવે છે કે માતા-પિતા કે વાલીની સંમતિ વિના કોઈપણ ઓનલાઈન ગેમની ખરીદી થવા દેવી જોઈએ નહીં. ઓટીપી આધારિત ચુકવણું કરવું જોઈએ. જેથી બિનજરૂરી એપની ખરીદી ન થાય. આવી ગેમનાં ઉપયોગ, ખરીદી અને વપરાશ પર ચોક્કસ મર્યાદા મુકવી જોઈએ. બાળકોને સીધા લેપટોપ કે મોબાઈલથી ગેમની ખરીદી કરવા દેવી જોઈએ નહીં. અજાણી અને અનીચ્છ્નીય વેબસાઈટ પરથી સોફ્ટવેર કે ગેમ ડાઉનલોડ નહીં કરવા બાળકોને માર્ગદર્શન આપવું જોઈએ.

મોબાઈલ પર વ્યસ્ત રહેતા બાળકમાં કશું અજુગતું દેખાય તો તાત્કાલિક ગેમ બંધ કરાવવી જોઈએ અને એ ગેમનો રીપોર્ટ કરવો જોઈએ. બાળકો માટે એમની ઉમરનાં પ્રમાણમાં યોગ્ય ન હોય એવી વેબસાઈટ ખુલે અને અને વાયરસ પ્રસરે નહીં એ માટે સંતાનોને લીંક, ઈમેજ કે પોપઅપ નો ઉપયોગ કરવા સામે સાવધ રહેવા માર્ગદર્શન આપવું જોઈએ. વળી ગેમ ડાઉનલોડ કરતી વખતે નેટ પર વ્યક્તિગત માહિતી ન આપવા બાળકોને સલાહ આપવી જોઈએ.

Read About Weather here

ઈન્ટરનેટ કે મોબાઈલ પર કોઈપણ અજાણી વ્યક્તિ સાથે વાતચીત કરવા સામે કે માહિતી શેર કરવા સામે તમારા સંતાનોને સાવધ કરવા જોઈએ. ખાનગી સંદેશ કે ઓનલાઈન ચેટ અજાણ્યાઓ સાથે ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. જેથી કરીને બાળકો કોઈ પ્રલોભન કે ધમકીનો શિકાર ન બને. બાળકોને કલાકો સુધી વ્યસ્ત રાખવા દેવા ન જોઈએ અને બ્રેક લેવાની સલાહ આપવી જોઈએ. બાળકોને એમની અંગત માહિતી છુપાવી રાખવા માટે નેટ પર કોઈ અલગ સ્કીન નામ મુકવાની સલાહ આપવી જોઈએ અને મદદ કરવી જોઈએ.

ઘણીવખત અજાણી વ્યક્તિઓ બાળકો સાથે વાતચીત કરી અપ્રિય વસ્તુ બતાવે છે યા માંગે છે. તમારો બાળક જે ગેમ રમતો હોય તેની વય મર્યાદાનું રેટિંગ જોઈ લેવું જોઈએ. આ રીતે વાલીઓએ આંખ ઉઘાડી નાખવાની જરૂર છે. ઘણીવખત બાળકોનાં મોબાઈલ પર અચાનક નવા નામો ઈ-મેઈલ સંપર્કો અને માહિતી આવી જતા હોય છે. એટલે બાળકો પરિવારનાં લેપટોપ ઉપરથી જ ગેમ રમે એ સુનિશ્ચિત કરવું જોઈએ. શિક્ષકોને પણ કશી ગડબળ લાગે તો શિક્ષણ સતાઓ અને બાળકનાં વાલીને જાણ કરવી જોઈએ.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here