ભચાઉનું લાકડીયા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું

ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ
ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ

એક દિવસ પૂર્વે લાકડિયા પોલીસ મથકે ટોળાએ પથ્થરમારો કરતા ત્રણેક પોલીસકર્મીને ઈજા થઈ ; પોલીસે અશ્રુવાયુના સેલ છોડયા બાદ મામલો શાંત કરવા પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા

ભચાઉ તાલુકાના લાકડીયા ગામે આજે 100 જણાના ટોળાના પોલીસ મથક પર પથૃથરમારો કરતા ત્રણ પોલીસ કર્મીઓને હળવી ઈજાઓ પહોંચી હતી. સામા પક્ષે પોલીસે પણ બચાવમાં ૬ જેટલા અશ્રુવાયુના સેલ છોડતા ટોળુ વીખેરાયુ હતુ.

Visit Saurashtra Kranti Homepage here

બનાવની જાણ થતા આસપાસના પોલીસ માથકના કાફલાને બોલાવી લેવાયો હતો. ત્યારબાદ એસ.પી સહિતના પોલીસ કાફલાએ દોડી જઇ આખુ લાકડીયા ગામને પોલીસ છાવણીમાં ફેરવી દીધુ છે. શિક્ષક – પોલીસકર્મીની મારામારીની ઘટનામાં હાલ એસ.પી મયુર પાટીલ દ્વારા કોન્સ્ટેબલ અશોક ચૌધરીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગત રવિવારે લાકડીયા ગામે રાત્રિના ભાગે દલિત શિક્ષક ઈશ્વરભાઈ વાણીયા રાત્રિના વોકમાં નિકળ્યા હતા ત્યારે લાકડીયા પોલીસ માથકના કોસ્ટેબલ અશોક જોરાભાઈ ચૌધરીએ શિક્ષકને અટકાવીને તારે આ વાસમાં વોકીંગ કરવા નહિં આવવાનું કહીને ધમકી આપી હતી અને લાફો મારી મુઢ માર માર્યો હતો.

આ બનાવને લઈને શિક્ષક ફરિયાદ નોંધાવવા ગયા ત્યારે પીએસઆઈ અને પીએસઓની હાજરીમાં તે પીધેલો કોન્સ્ટેબલ પોલીસ સ્ટેશનમાંથી નાસી છુટયો હતો. આ પોલીસ કર્મીને છાવરવાના હેતુાથી સીસીટીવી ફુટેજ પણ ડીલીટ કરાયા હોવાની ચર્ચા હતી અને આ બનાવ અંગે કડક પગલા લેવાની માંગ કરાઈ હતી.

તો બીજીતરફ શિક્ષકની ફરિયાદ સામે કોન્સ્ટેબલ અશોક ચૌધરીએ પણ શિક્ષક સહિત તેના સાગરીતોએ પોતાને માર માર્યો હોવાનું જણાવી પુરાવા રૃપે સીસીટીવી ફુટેજ રજુ કર્યા હતા. જે બનાવ અંગે લાકડીયા પોલીસ માથકે અશોક ચૌધરીએ ફરિયાદ નોંધાવી હતી.

Read About Weather here

આ બનાવમાં કોન્સ્ટેબલની ફરિયાદ બાદ અમુક આરોપીઓની અટકાયત કરાતા તેના બચાવમાં ટોળો પોલીસ માથકે ધસી જઈને પથૃથર માર્યો હતો. એસ.પી.ના જણાવ્યા પ્રમાણે કોન્સ્ટેબલને આ ઘટનાને પગલે સસ્પેન્ડ કરી દેવાયો છે. પોલીસ માથક પર પથૃથર મારો કરનારા લોકોને ઓળખીને ગુનો નોંધવાની પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here