પુત્રીના પ્રેમલગ્નથી લાગી આવતાં જીવન ટૂંકાવ્યાં

પુત્રીના પ્રેમલગ્નથી લાગી આવતાં જીવન ટૂંકાવ્યાં
પુત્રીના પ્રેમલગ્નથી લાગી આવતાં જીવન ટૂંકાવ્યાં

કોઈમ્બતુર:  તામિલનાડુમાં બનેલી ઘટનામાં માતાપિતાએ દીકરીની તેના પ્રેમી સાથે લગ્ન કરવાની જીદ્દની વિરુદ્ધમાં હતા, પરંતુ દીકરી એકની બે ના થઈ અને આખરે માતા-પિતાએ જીવન ટૂંકાવી દીધું છે.

ઘટનાની મળતી વિગતો પ્રમાણે ૬૫ વર્ષના પતિ અને તેમના ૫૫ વર્ષના પત્નીએ કોઈમ્બતુરમાં પતાના ઘરમાં જ આવેશમાં આવીને જીવન ટૂંકાવી દીધું હતું.

 ત્રિપુર જિલ્લાના અવિનાશી પાસે આવેલા કુન્નાથુરમાં અંતિમ પગલું ભર્યું હતું. શનિવારે બનેલી ઘટનામાં ૨૨ વર્ષની વૃદ્ધ દંપત્તીની  દીકરી પોતાના બોયફ્રેન્ડ સાથે પ્રેમ બાદ લગ્ન કરી લીધા હોવાનું જાણીને શનિવારે અંતિમ પગલું ભર્યું હતું.

Read Saurashtra Kranti E-Paper : Click Here

કુન્નાથુર પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે કે, ૨૨ વર્ષની જનાની કોઈમ્બતુરમાં ફિઝિયોથેરાપીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને તે કુન્નાથુરના સંપથ નામના યુવકના પ્રેમમાં હતી. દીકરીના પ્રેમ પ્રકરણ વિશે માતા-પિતાને જાણ થતાં તેમણે આ બાબત સામે વાંધો ઉઠાવ્યો હતો, આ પછી તેમણે દીકરીને આ બધી બાબતોમાં પડ્યા વગર ભણવામાં ધ્યાન રાખવાની સલાહ આપી હતી.                                              

૨ સપ્ટેમ્બરના રોજ જનાની કૉલેજ માટે ઘરેથી નીકળી હતી અને એ પછી તે પોતાના પ્રેમી સંપથ સાથે મંદિરમાં માતા-પિતાને જાણ કર્યા વગર જ લગ્ન કરી લીધા હતા. આ પછી જનાનીએ પોતાના લગ્નના ફોટો તેના પિતાને શનિવારે સાંજે વોટ્સએપ પર મોકલ્યા હતા. બોરવેલની રિંગ બનાવવાનું કામ કરતા પોન્નુસામી અને તેમના પત્ની સુમથીએ આ ફોટો જોયા બાદ દુઃખી થઈને રાત્રે અંતિમ પગલું ભરી લીધું હતું.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here