પછાત વર્ગોની અવગણના કરી શકાય નહીં: કોંગ્રેસ

પછાત વર્ગોની અવગણના કરી શકાય નહીં: કોંગ્રેસ
પછાત વર્ગોની અવગણના કરી શકાય નહીં: કોંગ્રેસ

લોકસભામાં ઓબીસી સંશોધન ખરડા પર ગરમા ગરમ ચર્ચાનો પ્રારંભ: ખરડો કાયદો બન્યા બાદ ઓબીસી સમુદાય નક્કી કરવાની રાજયોને મળશે સત્તા

ગુજરાતમાં પટેલ, મહારાષ્ટ્રમાં મરાઠા, કર્ણાટકમાં લીંગાયત સમાજને મોટો ફાયદો

લોકસભામાં આજે ઓબીસી સંશોધન ખરડા પર ગરમા ગરમ ચર્ચાનો પ્રારંભ થયો હતો. દેશમાં પછાત વર્ગ સમુદાયને નક્કી કરવાની અને એમને અનામતનો લાભ આપવાની સત્તાઓ માત્ર કેન્દ્ર સરકાર પાસે રહેતી હતી. હવે રાજયોને એ સત્તા પ્રાપ્ત થશે.

ખરડો પસાર થાય અને કાયદો બની જાય એ પછી ઓબીસી યાદીમાં કયાં જ્ઞાતી સમુદાયને સામેલ કરવો તેની રાજયોને સત્તા પ્રાપ્ત થઇ જશે. આ રીતે કેન્દ્રની મોદી સરકારે અનામતનો મોટો ખેલ નાખ્યો છે. આગામી ચૂંટણીઓમાં ઓબીસીમાં સામેલ થનારા નવા સમુદાયથી મોટો રાજકીય લાભ ભાજપને મળે તેવી ગણતરી રાજકીય નિરીક્ષકો માંડી રહયા છે.

Visit Saurashtra Kranti Homepage here

કોંગ્રેસ લોકસભામાં આજે ઓબીસી સંશોધન ખરડો ચર્ચા માટે મુકાયો અને તુરત જ વિપક્ષી સભ્યોએ હોબાળો મચાવી દીધો હતો. લોકસભા કોંગ્રેસપક્ષના નેતા અધિરરંજન ચૌધરીએ ચર્ચાનો પ્રારંભ કરતા જણાવ્યું હતું કે, સરકાર પછાત વર્ગોની અવગણના કરી શકે નહીં.

જનહિતના મુદ્ા ઉઠાવવા એ વિપક્ષ તરીકે અમારો ધર્મ બને છે. સાંજે ખરડો મતદાન માટે મુકવામાં આવે તેવી શકયતા છે. લોકસભામાં પસાર થયા બાદ રાજયસભામાં પણ ખરડો પસાર કરાવવાનો રહેશે. એ પછી આ ખરડો નવા કાયદાનું રૂપ લેશે.

આ નવા કાયદાને રાજકીય નિરીક્ષકો ભાજપનો અનામત પરનો મોટો દાવ ગણાવે છે કેમ કે, આ ખરડો કાયદો બની જવાથી રાજય સરકારો ઓબીસી સમુદાયની યાદી પોતાની રીતે તૈયાર કરી શકશે. કયાં સમુદાયને ઓબીસીમાં સામેલ કરવો એ રાજય સરકાર નક્કી કરી શકશે.

Read About Weather here

એ રીતે આ કાયદો ચૂંટણીઓમાં ભાજપની તરફેણમાં મોટો ભાગ ભજવી શકે છે. આ ખરડો કાયદો બની ગયા બાદ ગુજરાતમાં પટેલ સમુદાય, મહારાષ્ટ્રમાં મરાઠા સમાજ, કર્ણાટકમાં લીંગાયત સમાજ અને આંધ્રા પ્રદેશમાં કાપુ સમાજને મોટો ફાયદો થવાની ગણતરી રાખવામાં આવે છે.

આ ખરડાને વિરોધ પક્ષો પૈકીના 16 પક્ષોએ ટેકો જાહેર કર્યો છે. એટલે સંસદના બન્ને ગૃહોમાં ખરડો પસાર થવામાં કોઇ મુશ્કેલી પડશે નહીં. કોંગ્રેસ એવું ઇચ્છે છે કે, નવો કાયદો ભલે બનાવવામાં આવે પણ પછાત વર્ગોને કોઇ અન્યાય થવો જોઇએ નહીં અને તેની અવગણના અનામતના મામલે કરી શકાય નહીં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here