દેશમાં કાળ ચક્ર: કયાંક વાદળ ફાટયા, કયાંક ભયાનક અકસ્માત કુલ 25નાં મોત

દેશમાં કાળ ચક્ર: કયાંક વાદળ ફાટયા, કયાંક ભયાનક અકસ્માત કુલ 25નાં મોત
દેશમાં કાળ ચક્ર: કયાંક વાદળ ફાટયા, કયાંક ભયાનક અકસ્માત કુલ 25નાં મોત

જમ્મુના કીસ્ત વાડમાં વાદળ ફાટતા 4 મોત, 40 લાપત્તા

હિમાચલમાં વાદળ ફાટતા 1નું મોત, વધુ 10 ધાયલ

યુપીના બારાબંકીમાં બસને ટ્રોલરે ઠોકર મારતા 18 શ્રમિકોના મોત, 25થી વધુ ધાયલ

દુર્ઘટના અંગે ધેરૂ દુ:ખ વ્યકત કરતા વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગી

મરનાર શ્રમિકોની પરીજનો માટે રૂ.2-2 લાખની સહાય જાહેર કરાઇ

દેશમાં બુધવારે જાણે કે કાળચંક્ર ફરી વળ્યું હોય તેમ કુદરતી હોનારતો અને અકસ્માતની ઘટનાઓમાં કુલ 23 લોકોએ જાન ગુમાવ્યા હતા, 25થી વધુ લોકો ધાયલ થયા હતા. યુપીના બારાબંકીમાં એક માર્ગ અકસ્માતમાં મધ્યપ્રદેશના 18 શ્રમિકોનો ભોગ લેવાઇ ગયો હતો. જમ્મુમાં કિસ્તવાડ વિસ્તારમાં વાદળ ફાટતા 4નાં મોત થયા હતા. હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટતા 1નું મોત થયું હતું અને 10ને ઇજા થઇ હતી.

પ્રથમ ઘટનામાં યુપીના બારાબંકી વિસ્તારમાં રસ્તા પર ઉભેલી એક બસને ટ્રોલરે જોરદાર ઠોકર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને રસ્તા પર મૃતદેહોના ઢગલા થઇ ગયા હતા. આ ભયાનક અકસ્માતમાં 18 શ્રમિકો માર્યા ગયા હતા અને 25થી વધુ મજુરો ધાયલ થયા હતા. જાણવા મળ્યા મુજબ શ્રમિકોથી ભરેલી આ બસ હરીયાણાના પલવલથી બિહાર જઇ રહી હતી. પણ માર્ગમાં જ યમરાજાએ 18 માનવ જીંદગી છીનવી લીધી હતી.

Subscribe Saurashtra Kranti here

આ દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથે ધેરા દુ:ખની લાગણી વ્યકત કરી હતી. મૃતકોના પરીજનો માટે યુપી સરકારે રૂ.2-2 લાખની સહાય જાહેર કરી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી. મરણ ચીસોથી આકાશ ગુંજી ઉઠયું હતું.

જમ્મુના કિસ્તવાડ વિસ્તારમાં પહાડી પર એક હોનજાર નામના ગામમાં વાદળ ફાટતા 4નાં મૃત્યુ થયા છે, 30 થી 40 લોકો લાપત્તા થઇ ગયા છે. વાદળ ફાટવાથી નદી, નાળાઓમાં ભયાનક પુર આવતા 9ઘર ધોવાઇ ગયા હતા. હવાઇદળ અને સેનાની ટુકડીઓ રાહત અને બચાવ કાર્ય જોરશોરથી ચલાવી રહી છે.

ઇજા ગ્રસ્તનોને વાયુ સેનાના હેલીકોપ્ટરથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અંતરીયાળ વિસ્તારોમાં આવેલા ગામોમાં સેના અને એનડીઆરએફની ટીમો દ્વારા રાહત અને બચાવની કામગીરી ચલાવવામાં આવી રહી છે. 4 મૃતદેહો મળી આવ્યા છે, અન્ય લોકોની શોધખોળ ચાલુ છે.

Read About Weather here

કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંઘે કિસ્તવાડના કલેકટર અશોક શર્માની સાથે વાતચીત કરી હતી અને કેન્દ્ર તરફથી શકય તમામ મદદની ખાત્રી આપી હતી. છેલ્લા કેટલાય દિવસથી જમ્મુ પ્રદેશમાં ભારે વરસાદ થઇ રહયો છે. નદી નાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવધ રહેવાની તાકિદ કરવામાં આવી છે.

હિમાચલ પ્રદેશના બાહુલઘાટી વિસ્તારમાં વાદળ ફાટતા 1 નાગરીકનું મોત થયું હતું અને અન્ય 10 ગ્રામજનોને ઇજા થઇ હતી. ભારતીય સેના અને એનડીઆરએફની ટુકડીઓ દ્વારા યુધ્ધના ધોરણે બચાવ કાર્ય કરવામાં આવી રહયું છે. આઇટીબીપીની ટુકડીઓ પણ બચાવ કાર્યમાં જોડાઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here