દિલ્હીમાં લંબાવાયું લોકડાઉન, અલીગઢી તાળાબંધી !

રાજસ્થાન લોકડાઉન
રાજસ્થાન લોકડાઉન

દિલ્હીમાં વર્તાઈ રહેલી ઓક્સિજનની તંગી અંગે પણ ચર્ચા કરી હતી, પોઝિટિવિટી રેટ 32 ટકાથી ઉપર ચાલી રહૃાો છે, ઓક્સિજનનું સંકટ વર્તાઈ રહૃાું છે

દિલ્હીના મુખ્યમંત્રી અરિંવદ કેજરીવાલે કોરોનાની વિકરાળ સ્થિતિને જોતા લોકડાઉનને લંબાવાની જાહેરાત કરી. દિલ્હીમાં ૩ મે સુધી લોકડાઉન ગાઇડલાઇન્સમાં કોઇ ફેરફાર કરાશે નહીં. અત્યારે ચાલી રહેલા નિયમો આગળ લાગૂ રહેશે. અત્યારની જેમ જ છૂટ અને પ્રતિબંધો રહેશે.

Subscribe Saurashtra Kranti here

આજે સવારે ૫ વાગ્યે ખત્મ થઇ રહેલા ૬ દિવસના લોકડાઉનને લંબાવી દીધું. એક રીતે છેલ્લું હથિયાર છે કોરોના સામે ડીલ કરવા માટે. હજુ પણ કોરોનાનો કહેર ચાલુ છે. આ ઓછો થયો નથી. આથી પ્રજાની સાથે વાત કરવાની કોશિશ કરી. બધાનો મત છે કે લોકડાઉનને વધારવું જોઇએ. આથી એક સપ્તાહ માટે લોકડાઉનને વધારવામાં આવી રહૃાું છે તેવી જાહેરાત કેજરીવાલે કરી.

અરિંવદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે, દિલ્હીમાં કોરોનાના કેસમાં ખૂબ વધારો થઈ રહૃાો છે. આ કારણે દિલ્હીમાં લોકડાઉન લાગુ કરવું ખૂબ જરૂરી બની ગયું હતું. મુખ્યમંત્રીના કહેવા પ્રમાણે કોરોનાનો સામનો કરવા માટે લોકડાઉન અંતિમ હથિયાર છે. જે રીતે કેસ વધી રહૃાા હતા તે જોતા અંતિમ હથિયારનો ઉપયોગ કરવો જરૂરી બની ગયું હતું.

Read About Weather here

મુખ્યમંત્રી કેજરીવાલે જણાવ્યું કે, હજુ પણ કોરોનાનો કહેર ચાલુ છે. આ કારણે અમે રાજ્યમાં લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે. આગામી ૩ મેની સવારના ૫:૦૦ વાગ્યા સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમણે દિલ્હીમાં વર્તાઈ રહેલી ઓક્સિજનની તંગી અંગે પણ ચર્ચા કરી હતી, પોઝિટિવિટી રેટ ૩૨ ટકાથી ઉપર ચાલી રહૃાો છે, ઓક્સિજનનું સંકટ વર્તાઈ રહૃાું છે અને બેડ્સની પણ તંગી છે માટે સરકાર પાસે લોકડાઉન લંબાવવા સિવાય કોઈ વિકલ્પ નથી બચ્યો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here