ત્રણ વર્ષથી કેદ પાકિસ્તાન જેલમાંથી ભારતીય માછીમારોને મુક્ત કરાવવા રજૂઆત

ત્રણ વર્ષથી કેદ પાકિસ્તાન જેલમાંથી ભારતીય માછીમારોને મુક્ત કરાવવા રજૂઆત
ત્રણ વર્ષથી કેદ પાકિસ્તાન જેલમાંથી ભારતીય માછીમારોને મુક્ત કરાવવા રજૂઆત

રાષ્ટ્રીય લોક અધિકાર મંચ દ્વારા ગીર સોમનાથ જીલ્લા કલેકટર મારફત પ્રધાનમંત્રીને આવેદન પાઠવાયું

છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી કેદ પાકિસ્તાન જેલમાંથી ભારતીય માછીમારો (દરિયાઈ ખેતમજૂરો) ને મુક્ત કરવા રાષ્ટ્રીય લોક અધિકાર મંચ દ્વારા ગીર સોમનાથ જીલ્લા કલેકટર મારફત પ્રધાનમંત્રીને આવેદન પત્ર પાઠવી જણાવેલ કે, ભારતના નાગરિકો સંવૈધાનિક નાગરિક અધિકાર મુજબ ગરીબ, લાચાર પરિવારના સભ્યો જે પાકિસ્તાની જેલોમાં છેલ્લા ત્રણ વર્ષથી વધારે સમયથી કેદમાં છે.

Subscribe Saurashtra Kranti here

તેમને મુક્ત કરવા માટે આપને અંતિમ ન્યાય માટેની અરજી કરીએ છીએ. પાકિસ્તાનની જેલમાં એક યાદી મુજબ આશરે 300 થી વધુ દરિયાઈ ખેત મજુરો- માછીમારો કેદમાં છે. તેઓનો છેલ્લા બે વર્ષથી તો કોઈ જ પ્રકારનો પત્રવ્યવહાર જ નથી.

માત્ર પરિવારના પેટનો ખાડો પૂરવા માટે તેઓ મૌતના સમદરમાં જાય છે. આ કાળી મજૂરી ગણો કે મજબૂરી પણ હકીકત જાણવા મળે છે કે છેલ્લા ઘણા સમયથી તો ખબર જ નથી કે તેઓ હયાત છે કે નહિ. આવી વિકટ પરિસ્થિતિ અને ક્રપરા સંજોગોમાં માછીમારોના પરિવારોનું જીવન દયનીય બને છે.

Read About Weather here

તો રાષ્ટ્રીય લોક અધિકાર મંચ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના કલેકટર મારફત અંતિમ ન્યાય માટેની અરજી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આપીએ છીએ અને વિદિત કરીએ છીઍ કે ભારતના ગરીબ અને લાચાર પરિવારના સભ્યો જે પાકિસ્તાન જેલમાં કેદ છે તેમને મુક્ત કરવા તેમજ તેમને ભારતમાં પરત લાવવા માટે સત્તાવાર સત્વરે કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી રજૂઆત રાષ્ટ્રીય લોક અધિકાર મંચ દ્વારા કરાઈ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here