ગુજરાતનું પાંચ હજાર વર્ષ જુનું ‘સ્માર્ટ સીટી’ને વૈશ્વિક ધરોહરમાં સ્થાન

ગુજરાતનું પાંચ હજાર વર્ષ જુનું 'સ્માર્ટ સીટી'ને વૈશ્વિક ધરોહરમાં સ્થાન
ગુજરાતનું પાંચ હજાર વર્ષ જુનું 'સ્માર્ટ સીટી'ને વૈશ્વિક ધરોહરમાં સ્થાન

ગુજરાતની ગૌરવસિધ્ધીની યશ કલગીમાં વધુ એક પીછું ઉમેરાયું

યુનેસ્કોની હેરીટેજ સાઈટમાં ૨૦૦૪ થી ભારતની ૪૦ જેટલી વિરાસતોને સ્થાન આપવાનું શરૂ થયું છે. ગુજરાતમાં પાટણ રાણકીવાવને ૨૦૧૪ માં, પાવાગઢની ચાંપાનેર ફોર્ટને ૨૦૦૪ માં, અમદાવાદનું ઐતિહાસિક શહેરને ૨૦૧૭માં અને હાલમાં ગુજરાત હડપ્પાકાળનાં શહેર ધોળાવીરને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરીટેજ સાઈટમાં સ્થાન આપવામાં આવ્યું છે. યુનેસ્કોએ ટવિટ કરી આ અંગે મંગળવારે અધિકારીક જાહેરાત કરવામાં આવી હતી.

Subscribe Saurashtra Kranti here

ધોળાવોરાએ ગુજરાતનું ચોથું સ્થળ છે જે વૈશ્વિક ધરોહરમાં સ્થાન પામ્યું છે. અ સાથે જ ભારતનાં કુલ ૪૦ સ્થળોને વર્લ્ડ હેરીટેજ સાઈ સાઈટ્સની યાદીમાં સ્થાન અપાયું જેમાંથી ૧૦ સ્થળોનો સમાવેશ ૨૦૧૪ પછી કરવામાં આવ્યો છે. ગુજરાતનાં ધોળાવીરાનો વર્લ્ડ હેરીટેજમાં સમાવેશ થતા ધરતીમાં ધરબાયેલા આ નગરની વૈશ્વિક કક્ષાએ નવી જ ઓળખ ઉપસી આવશે. ભારત અને પાકિસ્તાનની કચ્છની સરહદે ભચાઉ તાલુકાનાં ખદીર બેટ વિસ્તારમાં આવેલા ધોળાવીરા નજીકની કોટડા ટીંબા સાઈટ હડપ્પીય સંસ્કૃતિનું પાંચ હજાર વર્ષ જુનું નગર છે. ઈતિહાસ અને અર્કિયોલોજીમાં રસ ધરાવતા લોકો માટે આ સાઈટ મહત્વ ધરાવે છે.

Read About Weather here

ધોળાવીરાનો વર્લ્ડ હેરીટેજમાં સમાવેશથી પ્રવાસીઓ વધુ આકર્ષાશે તેમજ ધોળાવીરા ખદીર ઉપરાંત આસપાસની જગ્યાનો વિકાસ થશે. દેશ-વિદેશનાં પ્રવાસીઓ સ્થળ મુલાકાત લેવા આવશે તેથી સ્થાનિક લોકોને રોજગારી મળશે અને કલાનો વિકાસ પણ થશે. ગુજરાતમાં પ્રવાસીઓનો માહોલ વધતા ગુજરાતની સંસ્કૃતિની ઓળખ વૈશ્વિક સ્તરે થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here