સટ્ટોડીયાનાં મોબાઈલમાંથી અડધા કરોડનાં વ્યવહારો મળતા ક્રિમ બ્રાંચ ચોકી ઉઠી..!?

સટ્ટોડીયાનાં મોબાઈલમાંથી અડધા કરોડનાં વ્યવહારો મળતા ક્રિમ બ્રાંચ ચોકી ઉઠી..!?
સટ્ટોડીયાનાં મોબાઈલમાંથી અડધા કરોડનાં વ્યવહારો મળતા ક્રિમ બ્રાંચ ચોકી ઉઠી..!?

સામાકાંઠાના મોટા માથાઓના ભલામણના ફોન શરૂ થતા ‘ક્રિમ બ્રાંચે’ હળવાસથી લઇ તપાસનું ફિડલુંવાળી દિધાની ચર્ચા

મુખ્યમંત્રીનાં હોમ ટાઉનમાં કરોડોની જમીનનાં હવાલા સુલટાવામાં માહિર ક્રિમ બ્રાંચે વરસાદી માહોલમાં સટ્ટોડીયાને ભીજવી રૂ.10 લાખની રકમનો મસમોટો ઓડકાર લીધો હોવાની ચર્ચાએ જોર પક્ડયું છે. આમ તો શહેરનો સામાકાંઠો મીની દુબઈ તરીકે જાણીતો બન્યો છે ત્યારે આ સામાકાંઠે સોના-ચાંદી અને ઈમિટેશનનાં ધંધાની સાથે અનેક પ્રકારનાં જમીનનાં મસમોટા હવાલા કવાલા પણ ચાલી રહ્યા હોવાની ચર્ચા છડે ચોક થઇ રહી છે.

ત્યારે શહેરની મહત્વની ક્રિમ બ્રાંચ પણ સામાકાંઠે ખૂબ મહત્વનું ધ્યાન કેન્દ્રિત કરી પોતાના નેટવર્કને જબરદસ્ત બનાવ્યું છે!. સામાકાંઠે શહેરનાં નામાંકિત લોકોના સુટરો, પન્ટરો અને લગતા વળતા લોકો ભારે સક્રિય હોય જેથી મહત્વની ક્રિમ બ્રાંચે પોતાનું ત્રીજું નેત્ર સામાકાંઠે ખુલ્લું રાખ્યું હોય તેમ છેલ્લા ચાર પાંચ દિવસથી શહેરમાં વરસાદી ટાઢોડાનો માહોલ હોય ત્યારે ક્રિમ બ્રાંચની બાહુબલી ટીમને ટાઢક કરવાની ઈચ્છા થતા તેણે એક સામાન્ય સટ્ટોડીયાને સામાકાંઠે આવેલી એક સભ્ય સમાજની વાડી પાસેથી ઉઠાવી લીધો હતો.

Subscribe Saurashtra Kranti here

ત્રણ અક્ષરનાં નામધારી અને ચાર અક્ષરની અટક ધરાવતા સામાન્ય સટ્ટોડીયાનાં ઇલેક્ટ્રિક ઉપકરણો ક્રિમ બ્રાંચની બાહુબલી ટીમે હસ્તગત કરી લઇ શખ્સને બાહુબલી ટીમની ખાસ જગ્યાએ લઇ જવામાં આવ્યો હોવાની ચર્ચાઓ થઇ રહી છે.

ઇલેક્ટ્રિક ઉપકરણોમાં ચેક કરતા અડધા કરોડનાં સટ્ટાનાં વ્યવહારો મળતા ક્રિમ બ્રાંચની બાહુબલી ટીમ પણ ચોકી ઉઠી હતી! અડધા કરોડનાં વ્યવહારોમાં મોટા મગર મચ્છો પણ સામેલ હોવાની જાણ થતા ક્રિમ બ્રાંચનાં ફોન ભલામણો માટે રણકવા લાગ્યા હતા!.

Read About Weather here

મગર મચ્છોની વ્હારે આવેલા મોટા માથાઓએ પોતાની ભલામણોમાં પાસા ફેંક્યા હતા. પરંતુ ઉડતા પક્ષી પાડવામાં માહિર ક્રિમ બ્રાંચની ટીમે ભલામણ રાખવાની સાથે કામગીરી પણ બતાવવી ફરજીયાત હોવાનું કહેતા આખરે ભલામણથી પતાવટ રૂ.10 લાખનો ઓડકાર લઇ ક્રિમ બ્રાંચે સટ્ટોડીયા સામે મોબાઈલ ફોનમાં જુગાર રમતો હોવાનો જુગારની કલમ 12 મુજબનો ગુનો નોંધી તપાસનું ફીડલુંવાળી દીધું હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે.ઉચ્ચ સ્તરીય તટસ્થ તપાસ કરાઇ તો ક્રિમ બ્રાંન્ચની સુંદર કામગીરી બહાર આવી શકે તેમ ચર્ચાઓ શહેરભરમાં થવા લાગી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here