ગુજરાતના 33 જિલ્લાઓમાંથી રાજકોટ સહિત 20 જિલ્લા શૈક્ષણિક રીતે ‘ઢ’

ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ
ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ

આ કોઇ વિપક્ષી આક્ષેપ નથી, લોકસભામાં ખુદ કેન્દ્રીય શિક્ષણ મંત્રીની જાહેરાત: રાજયના પછાત જિલ્લાઓમાં શિક્ષણનું માળખુ યુપી અને બિહાર કરતા પણ પાછળ અને ખરાબ

દેશમાં શિક્ષિત અને સભ્ય રાજયની છાપ ધરાવતા ગુજરાતી પ્રતિભાના ચીથરા ઉડયા: વિકાસ અને શિક્ષણનું મોડેલ ગણાતા ગુજરાત માટે આત્મનિરીક્ષણનો અવસર

Visit Saurashtra Kranti Homepage here

દેશભરમાં વિકાસ અને શૈક્ષણિક રીતે સક્ષમ મોડેલ તરીકે અવાર-નવાર આગળ ધરવામાં આવતા ગુજરાતમાં શિક્ષણની વાસ્તવીક પરિસ્થિતિ સાવ ઉલટી હોવાનું ખુદ લોકસભામાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાન દ્વારા જાહરે કરવામાં આવતા ભણશે ગુજરાત અને ભણી રહયું છે ગુજરાત એવા તમામ દાવાઓ હવામાં ઓગળી ગયા છે.

લોકસભામાં કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એવી ચોકાવનારી માહિતી આપી હતી કે, ગુજરાતના 33 જિલ્લાઓ પૈકી 20 જિલ્લાઓ શૈક્ષણિક રીતે પછાત છે. ગૃહમાં દેશની શિક્ષણની સ્થિત અંગે જોરદાર ચર્ચા ચાલી રહી હતી

એ સમયે શિક્ષણ મંત્રીએ ગુજરાતની શિક્ષણની અવદશાનો ચિતાર રજૂ કર્યો હતો. એમણે રજૂ કરેલા અહેવાલમાં એવો રહસ્ય સ્ફોટ થયો છે કે, ગુજરાતના ઉત્તર ઝોનના તમામ જિલ્લાઓ શિક્ષણમાં પછાત છે અને યુપી કરતા પણ ખરાબ રીતે પાછળ છે.

સૌરાષ્ટ્ર ઝોનમાં રાજકોટ સહિતના 7 જિલ્લાઓ શૈક્ષણિક રીતે પછાતની યાદીમાં મુકાયા છે. ખુદ કેન્દ્ર સરકારે રજૂ કરેલા આંકડા ખુબ જ ચોકાવી દેનારા છે અને ગુજરાત માટે આત્મનિરીક્ષણ કરવા સમાન છે.

શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, દેશમાં કુલ 374 જિલ્લાઓ શૈક્ષણિક રીતે પછાત છે. ગુજરાતની વાત કરીએ તો સૌરાષ્ટ્ર ઝોનના 7, મધ્ય ગુજરાતના 3, દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓ શૈક્ષણિક રીતે પછાત છે અને શિક્ષણની દ્રષ્ટિએ ખુબ જ પાછળ છે.

આખુ કચ્છ શૈક્ષણિક પછાતની યાદીમાં છે. તેમણે ઉર્મેયુ હતું કે, ગુજરાતમાં શિક્ષણના માળખાની વાત કરીએ તો યુપી કરતા પણ ખરાબ હાલત છે. યુપીમાં 56 ટકા જિલ્લા શિક્ષણમાં પછાત છે તો ગુજરાતમાં 61 ટકા જિલ્લાઓનો શૈક્ષણિક રીતે વિકાસ થયો નથી.

સૌથી વધુ રાજસ્થાનમાં 91 ટકા, મધ્યપ્રદેશમાં 75 ટકા, તામિલનાડુમાં 71 ટકા અને બિહારમાં 66 ટકા જિલ્લાઓ શૈક્ષણિક રીતે પછાત છે. યુજીસીની નિષ્ણાંત સમીતી દ્વારા દેશના તમામ જિલ્લાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને એમના શૈક્ષણિક સ્તરને માપવામાં આવ્યું હતું.

Read About Weather here

નિષ્ણાંત સમીતીએ શાળા-કોલેજોમાં હાજરીની ટકાવારી, કોલેજોમાં હાજરીનો રેસ્યો, કોલેજોમાં સરેરાશ ભરતી વગેરે માપદંડની ચકાસણી કરી હતી અને એ રીતે જિલ્લાઓન ઓળખ કરવામાં આવી હતી.

  • રાજયમાં ઝોનવાઇઝ શૈક્ષણિક રીતે પછાત જિલ્લા

ઉત્તર ઝોન- બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ

કચ્છ ઝોન- કચ્છ

સૌરાષ્ટ્ર ઝોન- અમરેલી, ભાવનગર, જામનગર જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, રાજકોટ

મધ્ય ઝોન- દાહોદ, ખેડા, પંચમહાલ

દક્ષિણ ઝોન- ભરૂચ, સુરત, ડાંગ, વલસાડ, નર્મદા

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here