ઉત્તરાખંડના ચમોલીમાં આવ્યા ભૂકંપના આંચકા, જાણો કેટલી હતી તીવ્રતા

ઉત્તરાખંડના ચમોલીમાં આવ્યા ભૂકંપના આંચકા, જાણો કેટલી હતી તીવ્રતા
ઉત્તરાખંડના ચમોલીમાં આવ્યા ભૂકંપના આંચકા, જાણો કેટલી હતી તીવ્રતા

ઉત્તરાખંડના ચમોલીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. નેશનલ સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર ચમોલીમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.

ઉત્તરાખંડના ચમોલીમાં આવ્યા ભૂકંપના આંચકા, જાણો કેટલી હતી તીવ્રતા ચમોલી

ચમોલીમાં રવિવારે (7મી જુલાઈ) રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા બાદ લોકો ભયભીત થઈ ગયા અને ઘરની બહાર આવી ગયા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ચમોલીમાં રાત્રે 09:09 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. ગયા મહિનાની શરૂઆતમાં લદ્દાખના લેહમાં 4.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

ઉત્તરાખંડના ચમોલીમાં આવ્યા ભૂકંપના આંચકા, જાણો કેટલી હતી તીવ્રતા ચમોલી

આ પહેલા જાન્યુઆરી 2024માં ઉત્તરકાશીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે જ્યારે લોકો પોતાના ઘરોમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેઓએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા, ત્યારબાદ લોકો ભયના કારણે ઘરની બહાર નીકળી ગયા હતા. રિએક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 2.8 માપવામાં આવી છે. જો કે સારી વાત એ છે કે કોઈ પણ પ્રકારનું જાનહાનિ થઈ નથી.

ઉત્તરાખંડના ચમોલીમાં આવ્યા ભૂકંપના આંચકા, જાણો કેટલી હતી તીવ્રતા ચમોલી

અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડનો ઉત્તરકાશી જિલ્લો ભૂકંપ ઝોન 5 માં આવે છે. અહીં ઘણી વખત ભૂકંપના આંચકા અનુભવાય છે. વાડિયા ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ઉત્તરાખંડનો મોટાભાગનો વિસ્તાર ભૂકંપ ઝોન 4 અને 5માં આવે છે, જે ખૂબ જ સંવેદનશીલ છે. વૈજ્ઞાનિકોએ ઘણી વખત આશંકા વ્યક્ત કરી છે કે ઉત્તરાખંડમાં ભવિષ્યમાં ગમે ત્યારે મોટો ભૂકંપ આવી શકે છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here