અમિતાભના બંગલા- ત્રણ રેલ્વે સ્ટેશન પર બોમ્બની ધમકી

મહિલા હંમેશા ફેમિલીની હેડ હોય છે... :અમિતાભ બચ્‍ચન
મહિલા હંમેશા ફેમિલીની હેડ હોય છે... :અમિતાભ બચ્‍ચન

રાત્રીના આવેલા બોમ્બની ધમકીના ફોન બાદ મુંબઈ પોલીસની ટીમો દોડી ગઈ: બીગબીના ત્રણેય બંગલા છત્રપતિ શિવાજી તથા દાદર અને ભાયખલા સ્ટેશન પર ખુણેખુણો તલાશાયો: ધમકી પોકળ પુરવાર : છતા એલર્ટ

કુખ્યાત ગેંગસ્ટર, માફીયા ટોળકીઓ અને ઉચ્ચ વગદાર અપરાધીઓના કેસો ચલાવી રહેલા ટ્રાયલ કોર્ટના જજ જોખમમાં છે અને બીલકુલ સુરક્ષીત નથી એવું સ્પષ્ટ મંતવ્ય વ્યકત કરતા સુપ્રીમ કોર્ટે સીબીઆઇ, આઇબી અને સ્થાનિક પોલીસની પણ ઝાટકણી કાઢી હતી. આવા જજને ધમકીઓ સામે રક્ષણ મળે અને એમના માટે સુરક્ષીત સાનુકુળ વાતાવરણ સર્જાય અને ભય વિના ચુકાદો આપી શકે એવું વાતાવરણ ઉભુ કરવા માટે સીબીઆઇ, આઇબી અને પોલીસ કશુ કરતા નથી.

Visit Saurashtra Kranti Homepage here

મુખ્ય ન્યાય મુર્તી એન.વી.રમણા અને જસ્ટીસ સુર્યકાંતની બેંચે ઠરાવ્યું હતું કે, માફીયા અને વગદાર લોકોના ક્રિમીનલ કેસની સુનાવણી કરી રહેલા જજ જયારે અપરાધીઓની તરફેણમાં એમના ધાર્યા મુજબનો આદેશ ન આપે તો આ તત્વો ન્યાય તંત્રને બદનામ કરવાનું શરૂ કરી દે છે.

આપણા દેશમાં આ એક નવો પ્રવાહ કમ નસીબે શરૂ થયો છે. પરીણામે જજ મુકત મને એમના અભિપ્રાય આપી શકતા નથી. પોલીસ અને સીબીઆઇને હાઇકોર્ટના વડામુર્તી કે જજ ફરીયાદ મોકલાવે તો કોઇ જવાબ મળતો નથી. તેઓ આવી ફરીયાદોને અગત્યની ગણતા જ નથી.

મુખ્ય ન્યાય મુર્તીએ એવી આકરી ટકોર કરી હતી કે, આઇબી, સીબીઆઇ અને પોલીસ ન્યાય તંત્રને બીલકુલ મદદ રૂપ બની રહયા નથી. હું જવાબદારીની ભાવના સાથે આ વાકય કહી રહયો છું, આ બોમ્બની ધમકી ખુબ જ ગંભીર મામલો છે. આ મુદા માટે આગળ શુ કરવું જોઇએ એ સુપ્રીમના ન્યાય મુર્તી એર્ટરની જનરલ કે.કે.વેણુગોપાલનો અભિપ્રાય માંગ્યો છે.

જેથી કોઇ પધ્ધતીસરનું માળખુ ઘડી શકાય. સુપ્રીમે ટકોર કરી રહી છે કે, હવે દેશભરના ન્યાયમુર્તીઓને સુરક્ષા કવચ પુરૂ પાડી શકાય એવા દળની રચના કરવાનો સમય આવી ગયો છે. જેવી રીતે રેલવે સુરક્ષા દળ છે, સીઆરપી છે, ઓદ્યોગીક સુરક્ષા દળ છે એવી રીતે દેશના ન્યાય મુર્તીઓ માટે સુરક્ષા દળ ઉભુ કરવાની જરૂર છે.

એર્ટરની જનરલે માફીયા તત્વો અને વગદાર વીવીઆઇપી અપરાધીઓના કેસો લડી રહેલા જજ અને મેજીસ્ટ્રેશને અપાતી ધમકીઓની ચોકાવનારી વિગતો સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. વેણુગોપાલે એવી ગંભીર હકીકત રજૂ કરછી હતી કે, કોઇ પણ જજ કે મેજીસ્ટ્રેશ પાસે ગેંગસ્ટર અને ઉચ્ચ વગદાર શખ્સના કેસ આવે છે ત્યારે જજને ટેલીફોન પર એવી ઘમકી મળે છે કે, તમારી દિકરી ફલાણા સમયે ફલાણી શાળામાં મોટરમાં જાય છે

એ કારનો નંબર આ છે ત્યારે મુંજાયેલા જજ દિકરીની સુરક્ષા ખાતર આવા કેસમાં છ મહિનાની લાંબી તારીખ પાડી દે છે. આ માટે આવા તમામ લાંબા સમય સુધી મુલત્વી રહેતા કેસોની તપાસ થવી જોઇએ. રાજય સરકારને લાગે વળગે છે ત્યાં સુધી ન્યાય તંત્ર માટે સુરક્ષા જૂથ રચવાની જરૂર છે.

મુખ્ય ન્યાય મુર્તીએ જણાવ્યું હતું કે, આવા જજને અને ન્યાય મુર્તીને શારીરીક નહીં પણ માનસીક પણ પજવવામાં આવે છે. સોશીયલ મીડિયા પર ધમકી ભર્યા સંદેશા મોકલવામાં આવે છે. આવા એક-બે સ્થળે સીબીઆઇ તપાસના પણ અદાલતોએ આદેશ આપ્યા છે. પણ મારે અફસોસ સાથે કહેવું પડે છે કે, સીબીઆઇએ આવા કેસોમાં કશુ કર્યુ નથી. સીબીઆઇ તેના વલણમાં ફેરફાર કરે તેવી અમારી આશા છે.

Read About Weather here

ધનબાદમાં માફીયાઓના કેસની સુનાવણી કરી રહેલા એક જજની રોડ અકસ્માતમાં રહસ્યમય ઢબે હત્યાની ઘટના બાદ સુપ્રીમ કોર્ટે આ દિશામાં આકરૂ વલણ લીધુ છે. સુપ્રીમે સીબીઆઇને નોટીસ પણ પાઠવી છે અને 9 ઓગસ્ટ પહેલા તપાસનો અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here