માત્ર 12 કલાકમાં કેન્દ્ર સરકારે ફેરવી તોળ્યું, નાની બચતમાં વ્યાજદર કાપનો નિર્ણય પાછો ખેંચાયો

20
કેન્દ્ર સરકાર
કેન્દ્ર સરકાર

સરકાર દ્વારા વ્યાજદર 4 ટકાથી ઘટાડી 3.5 ટકા કરી દેવામાં આવ્યા હતા

Subscribe Saurashtra Kranti here

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહયું, શરત ચુકથી હુકમ બહાર પડી ગયો હતો

સરકારે ગઈકાલે રાત્રે નાની બચતની વિવિધ યોજનાઓ પરના વ્યાજદરોમાં જે ધરખમ ઘટાડો જાહેર કર્યો હતો એ આજે પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. 1લી એપ્રિલથી જે વિવિધ બચત યોજનાઓ પરના વ્યાજદરોમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો એને પાછો ખેંચી લેવાયો છે, એટલે કે અગાઉના વ્યાજદરો યથાવત્ જળવાઈ રહેશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે આ અંગે સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2020-21ના અંતિમ ત્રિમાસિક ગાળા પ્રમાણે જ નવા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વ્યાજદરો રહેશે. નાણાં મંત્રાલયે ગઈકાલે રાત્રે વિવિધ બચત થાપણો પરના વ્યાજદરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. સરકારે 1લી એપ્રિલથી અમલી બને એ રીતે બચત-થાપણો પર વાર્ષિક ધોરણે મળતા વ્યાજમાં ધરખમ ઘટાડો કર્યો હતો. આ વ્યાજદર 4 ટકાથી ઘટાડી 3.5 ટકા કરી દેવામાં આવ્યા હતા.

Read About Weather here

આ ઉપરાંત પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) પર વાર્ષિક ધોરણે મળતા 7.1 ટકા વ્યાજને પણ 0.6 બેસિસ પોઇન્ટ ઘટાડી 6.4 ટકા કરી દીધો હતો. આ તમામ વ્યાજદરોમાં કરેલો આ ઘટાડો મોકૂફ રાખ્યો છે.નાણામંત્રી સીતારમણે એવું પણ કહયું હતું કે, નાની બચતમાં વ્યાજ કાપનો નિર્ણય શરત ચુકથી બહાર પડી ગયો હતો. જે હવે પછો ખેંચી લેવાયો છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleરાજકોટ જિલ્લામાં કોરોનાથી 11 મોત
Next articleબંગાળમાં ‘બેટલ રોયલ’: નંદીગ્રામ સહિતની 30 બેઠકો પર આજે મતદાન