રાજકોટ જિલ્લામાં કોરોનાથી 11 મોત

કોરોના
કોરોના

સુરત અને વડોદરામાં 10 વર્ષથી ઓછી વયના ડઝનબંધ બાળકોને કોરોના લાગુ થતા આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ

Subscribe Saurashtra Kranti here

દેશની સાથે સાથે ગુજરાતમાં ત્રીજા તબક્કાનું રસીકરણ શરૂ, કોરોનાનું તાંડવ નૃત્ય યથાવત, રાજયમાં નવા 2360 કેસ

ગુજરાત સહિત દેશના અનેક રાજયોમાં કોરોના મહામારીએ ભયાનક તાંડવ નૃત્ય વધુ ઉગ્ર બનાવ્યું છે અને રોજેરોજ પોઝિટિવ કેસોમાં જબ્બર ઉછાળો આવી રહયો છે એવી કપરી પરિસ્થિતિમાં આજે કોરોના રસીકરણના ત્રીજા તબક્કાનો પ્રારંભ કરવામાં આવી રહયો છે. ગુજરાતમાં 45 વર્ષથી ઉપરની વયના લોકોનું આજથી રસીકરણ શરૂ કરાયું છે. સૌરાષ્ટ્રના કોરાના હોટ બેડ બનેલા રાજકોટમાં મહામારીએ વધુ 11 માનવજીંદગી છીનવી લેતા હાહાકાર મચી ગયો છે. સુરત અને વડોદરામાં હવે કોરોના નામના આ રાક્ષસે બાળકો પર આક્રમણ શરૂ કર્યું છે. જેના પરીણામે આરોગ્ય તંત્રમાં જબરી દોડધામ મચી જવા પામી છે.

દેશભરમાં આજે ફરી એકવાર કોરોનાના નવા કેસો 70 હજારની સપાટી વટાવી જતા સરકાર અને તંત્ર ચોકી ઉઠયા છે. છેલ્લા 24 કલાક દરમ્યા દેશમાં 72330 નવા કેસો નોંધાયા છે અને કુલ 459 લોકો કોરોનાના ખપ્પરમાં હોમાય ગયા છે. રસીકરણના ત્રીજા તબક્કાનો દેશમાં જોરશોરથી પ્રારંભ કરવામાં આવ્યો છે. કોવિડ પોર્ટલ અને આરોગ્ય સેતુ એપ પર 45થી વધુ વયના લાભાર્થીઓ કોરોના રસીકરણ માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે. દરમ્યાન કેન્દ્ર સરકારે રાજયોને એવી તાકિદ કરી છે કે, બીજો ડોઝ આપવાની પ્રક્રિયા સમયે ટોળા ભેગા થવા ન જોઇએ.

દરમ્યાન સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોનાના કેસોમાં એક ધારો ઉછાળો ચાલુ થયો છે.ગુજરાતમાં આજે નવા 2360 કેસો નોંધાયા હતા. સૌથી વધુ 11 મોત રાજકોટમાં થયાનું નોંધાયું હતું. જેના કારણે ભારે ભય અને ગભરાટની લાગણી પ્રસરી જવા પામી છે. જામનગર જિલ્લાના લાલપુરમાં બે શિક્ષીકાઓ સંક્રમીત થઇ છે. રાજકોટ શહેરમાં વધુ કેટલાક નિયંત્રણો જાહેર કરવામાં આવ્યા છે. નાઇટ કફર્યુ દરમ્યાન શહેરના બે સીવાયના તમામ અંડરબ્રીજ અને ઓવરબ્રીજ રાતની અવર-જવર માટે બંધ કરવાનો પોલીસ કમિશ્ર્નરે આદેશ આપ્યો છે.

સુરતમાં સંક્રમણ રોજેરોજ નવા વિક્રમી આંકડાને પાર કરી રહયું છે. સુરત અને વડોદરામાં ડઝનબંધ બાળકોને કોવીડના નવા સ્ટ્રેનનો ચેપ લાગુ થઇ ગયો હોવાથી દોડધામ મચી ગઇ છે. સુરતમાં નવા સ્ટ્રેનથી અનેક બાળકોને ચેપ લાગુ પડયો છે. જેના કારણે સુરતના મેયરે જાહેર અપીલ કરી છે કે, બાળકોને જરૂરી કામ સીવાય બહાર લઇ જવા નહીં. ઘરની બહાર નીકળો ત્યારે બાળકોને ફરજીયાત માસ્ક પહેરાવો કેમ કે, સુરતમાં નવા સ્ટ્રેનના ચેપથી બાળકોમાં કોવીડનું પ્રમાણ વધી રહયું છે. મોટા ભાગે 10 વર્ષથી ઓછી વયના બાળકોને કોવીડ નીશાન બનાવી રહયો છે. સુરતના મેયરે જણાવ્યું હતું કે, બેંગ્લોરમાં 400 બાળકોને અસર થઇ છે.

Read About Weather here

વડોદરામાં એસજીએસએસજી હોસ્પિટલમાં 8 બાળકોને કોરોના લાગુ પડયો છે. જયારે અન્ય ખાનગી હોસ્પિટલમાં 25 જેટલા બાળકો સંક્રમીત થયાનું જાહેર થયું છે. આંણદમાં માલતાજ અને પણસોરા વિસ્તારમાં વેપારીઓએ સ્વયંભૂ લોકડાઉન જાહેર કરી દીધુ છે. બપોરે 1 વાગ્યા સુધી જ જીવન જરૂરી ચીજોની ખરીદી થઇ શકશે. 1 વાગ્યા પછી તમામ બજારો અને દુકાનો બંધ રહેશે. આ રીતે ગુજરાતમાં કોવીડના સંક્રમણથી જનજીવન અસ્થવ્યસ્થ થઇ છે. રસીકરણના વેગ સાથે કોરોનાએ પણ ગતી પકડી હોવાથી આરોગ્ય નિષ્ણાંતો અને તબીબો ચિંતામાં મુકાય ગયા છે. લોકોને અવાર-નવાર અપીલ કરવામાં આવી રહી છે કે, માસ્ક પહેરીને બહાર નીકળો અને સામાજીક અંતર જાળવો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here